Ramayan: નિતેશ તિવારી રામાયણ માં થઇ સાઉથ સુપરસ્ટાર વિજય સેતુપતિ ની એન્ટ્રી! રણબીર કપૂર ની ફિલ્મ માં ભજવી શકે છે આ ભૂમિકા

Ramayan: નિતેશ તિવારીની ફિલ્મ રામાયણ તેની સ્ટાર કાસ્ટ ને લઈને ચર્ચામાં છે. રામાયણ ની સ્ટાર કાસ્ટ ને લઈને રોજ નવા અપડેટ સામે આવતા રહે છે. હવે મીડિયા રિપોર્ટ મુજબ રામાયણ માટે સાઉથ સુપરસ્ટાર વિજય સેતુપતિ નો સંપર્ક કરવામાં આવ્યો છે.

by Bipin Mewada
Ramayan vijay sethupathi may play role as a vibhishana in nitesh tiwari film

News Continuous Bureau | Mumbai 

Ramayan: જ્યારથી નિતેશ તિવારી ( Nitesh Tiwari ) એ રામાયણ ની જાહેરાત કરી છે ત્યારથી તે ચર્ચામાં છે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટ હજુ સુધી ફાઇનલ થઇ નથી. રામાયણ ની સ્ટાર કાસ્ટ ને લઈને રોજ નવા નવા અપડેટ સામે આવતા રહે છે. હવે આ ફિલ્મની સ્ટાર કાસ્ટ ને લઈને નવું અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ રણબીર કપૂર ( Ranbir Kapoor ) ની ફિલ્મ રામાયણમાં વિભીષણ ના રોલ માટે સાઉથ સુપરસ્ટાર વિજય સેતુપતિ ( Vijay Sethupathi ) નો સંપર્ક કરવામાં આવ્યો છે. 

 રામાયણ માં વિભીષણ ( vibhishana ) ની ભૂમિકા ભજવી શકે છે વિજય સેતુપતિ

મીડિયા માં હવે એવા સમાચાર આવી રહ્યા છે કે સાઉથ સુપરસ્ટાર ( South Superstar ) વિજય સેતુપતિ રણબીર કપૂરની ‘રામાયણ’માં એન્ટ્રી કરી શકે છે. વિજય સેતુપતિ રામાયણ માં વિભીષણની ભૂમિકામાં જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ નિર્દેશક રામાયણ માટે વિજય સેતુપતિ પણ મળ્યા છે. ફિલ્મની સ્ક્રિપ્ટને લઈને નિતેશ તિવારીએ અભિનેતા સાથે ચર્ચા કરી છે. જો કે, અભિનેતા એ આ ફિલ્મ હજુ સુધી સાઈન કરી નથી અને વિજય સેતુપતિને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ સમાચાર પણ વાંચો :  Kerala: SFIનો પ્રોટેસ્ટ ન રોકી શકી પોલીસ, ભડક્યા કેરળના રાજ્યપાલ, રસ્તા પર ખુરશી નાખી કર્યા ધરણા.. જુઓ વિડીયો..

Join Our WhatsApp Community

You may also like