News Continuous Bureau | Mumbai
રામાનંદ સાગરના લોકપ્રિય શો ‘રામાયણ’ને 30 વર્ષથી વધુ સમય પૂરો થઈ ગયો છે, પરંતુ આજે પણ લોકો તેના દરેક પાત્રના ઘણા દ્રશ્યો યાદ કરે છે. આ શોમાં અરુણ ગોવિલ, દીપિકા ચિખલિયા, સુનીલ લાહિરી, દારા સિંહ અને અરવિંદ ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં હતા. ‘રામાયણ’ મૂળ રૂપે 1987-88માં દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવી હતી. તેની લોકપ્રિયતા જોઈને પછીથી તેને અન્ય ચેનલો પર ફરીથી પ્રસારિત કરવામાં આવી. ‘આદિપુરુષ’ વિવાદને કારણે ફરી એકવાર ‘રામાયણ’ની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે રામાનંદ સાગરના શો સાથે સરખામણી કરીને ‘આદિપુરુષ’ના નિર્માતાઓને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. આ બધાની વચ્ચે ‘રામાયણ’ ફરીથી ટીવી પર બતાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
View this post on Instagram
શેમારુ ટીવી પર પ્રસારિત થશે રામાયણ
‘રામાયણ’ ટૂંક સમયમાં ટીવી પર બતાવવામાં આવશે. શેમારૂ ટીવીએ જાહેરાત કરી છે કે પૌરાણિક શો ચેનલ પર 3જી જુલાઈથી સાંજે 7.30 વાગ્યે પ્રસારિત થશે. જો તમે પણ આ સિરિયલને મિસ કરી રહ્યાં હોવ અથવા જે યુવાનોએ હજુ સુધી આ સિરિયલ જોઈ નથી તેઓ જોઈ શકે છે.શૉની એક વીડિયો ક્લિપ શેર કરીને શેમારુએ સોશિયલ મીડિયા પેજ પર આ માહિતી આપી છે. પોસ્ટમાં લખ્યું છે, ‘અમે તમારા બધા પ્રિય દર્શકો માટે લાવી રહ્યા છીએ વિશ્વ વિખ્યાત પૌરાણિક ધારાવાહિક રામાયણ… રામાયણ જુઓ 3જી જુલાઈથી સાંજે 7:30 વાગ્યે ફક્ત તમારી મનપસંદ ચેનલ શેમારૂ ટીવી પર.’ પોસ્ટમાં, તે વિવિધ પ્લેટફોર્મ વિશે જણાવવામાં આવ્યું છે કે જેના પર શેમારૂ ટીવી ઉપલબ્ધ છે.
તમને જણાવી દઈએ કે પહેલા લોકડાઉન દરમિયાન લોકોની માંગ પર દૂરદર્શન પર ‘રામાયણ’ ફરી બતાવવામાં આવી હતી. તે સમયે તે મોટી સંખ્યામાં જોવા માં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : આદિપુરુષ સામેની અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટ નું કડક વલણ, સેન્સર બોર્ડ અને ફિલ્મના નિર્માતા ને લગાવી ફટકાર
Join Our WhatsApp Community