News Continuous Bureau | Mumbai
Ramayana Cast Reveal: ભારતીય સિનેમાની સૌથી મોટી અને મોંઘી ફિલ્મ ગણાતી ‘રામાયણમ્’ ને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. વર્ષ 2026 ની આ મોસ્ટ અવેટેડ ફિલ્મ વિશે લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, માર્ચ મહિનામાં રામ નવમીના પવિત્ર અવસરે મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા પર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ ઇવેન્ટમાં ફિલ્મના મુખ્ય કલાકારોના ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Deepika Padukone on Motherhood: ગ્લેમરસ બેગમાં હવે મેકઅપ નહીં, દીકરી દુઆનું ખાવાનું લઈને ફરે છે દીપિકા પાદુકોણ! અભિનેત્રીએ શેર કર્યો મધરહૂડનો ફની કિસ્સો
રાજકારણીઓ અને ક્રિકેટર્સ બનશે ઇવેન્ટના મહેમાન
મીડિયા રિપોર્ટ મુજબ આ ઇવેન્ટ માત્ર બોલિવૂડ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ તેમાં દેશના ટોચના રાજકારણીઓ અને રમતગમત જગતના સ્ટાર્સ પણ હાજરી આપશે. ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. રણબીર કપૂરે વ્યક્તિગત રીતે અંબાણી પરિવારને પણ આ કાર્યક્રમમાં જોડાવા વિનંતી કરી છે. આ ઉપરાંત સદગુરુ અને દિગ્ગજ ખેલાડીઓ પણ આ ભવ્ય મંચ પર જોવા મળી શકે છે.
View this post on Instagram
દિગ્દર્શક નીતિશ તિવારીની આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે સાઈ પલ્લવી માતા સીતા અને સાઉથ સુપરસ્ટાર યશ રાવણનો રોલ પ્લે કરશે. રામ નવમીના દિવસે આ પાત્રોના લુક અને તેમના ઇન્ટ્રોડક્શન વીડિયો રજૂ કરવાની યોજના બનાવવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર વાયરલ થયા બાદ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ બની છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)