Ramayana Indian Distribution Rights Deal રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ સાથે જોડાયું કરણ જોહરનું નામ, કરોડો રૂપિયામાં ખરીદ્યા ભારતીય ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ

Ramayana Indian Distribution Rights Deal ધર્મા પ્રોડક્શન અને પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા વચ્ચે ૨૫૦ કરોડમાં ફાઇનલ થઈ ડીલ, ૩૦ મિનિટનું ફૂટેજ જોઈને કરણ જોહર થયો ઇમ્પ્રેસ

by Mayuri Jabar
Ramayana Indian Distribution Rights Deal  રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ સાથે જોડાયું કરણ જોહરનું નામ, કરોડો રૂપિયામાં ખરીદ્યા ભારતીય ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ

 Ramayana Indian Distribution Rights Deal – રણબીર કપૂર અને સાઈ પલ્લવી સ્ટારર મોસ્ટ અવેટેડ આગામી ફિલ્મ ‘રામાયણ’ (Ramayana) તેના શૂટિંગના સમયથી જ દેશભરમાં ભારે ચર્ચામાં છે. આ ફિલ્મની રિલીઝ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ તેના બિઝનેસને લઈને પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક અહેવાલ મુજબ, આ ગ્રાન્ડ પ્રોજેક્ટના ઓવરસીઝ એટલે કે વિદેશી માર્કેટના ડિસ્ટ્રિબ્યુશન માટે જાણીતી હોલીવુડ કંપની વોર્નર બ્રધર્સ પિક્ચર્સ સાથે ટાઈ-અપ કરાયું છે, જ્યારે ભારતીય બજાર (Domestic Market) માટે ફિલ્મના ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ કરણ જોહરની (Karan Johar) જાણીતી કંપની ધર્મા પ્રોડક્શન્સે ખરીદી લીધા છે.

 Ramayana Indian Distribution Rights Deal – ₹૫૦૦ કરોડથી શરૂ થયેલી વાતચીત આખરે ₹૨૫૦ કરોડમાં નક્કી થઈ

 ‘વેરાયટી ઇન્ડિયા’ ના અહેવાલ અનુસાર, ફિલ્મ ‘રામાયણ’ ના મુખ્ય પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ તાજેતરમાં જ ફિલ્મનું ૩૦ મિનિટનું એડિટ થયેલું સ્પેશિયલ ફૂટેજ ઇન્ડસ્ટ્રીના કેટલાક મોટા સ્ટુડિયોઝને બતાવ્યું હતું. આ ૩૦ મિનિટના દ્રશ્યો અને વીએફએક્સ (VFX) જોઈને ધર્મા પ્રોડક્શન્સની ટીમ એટલી પ્રભાવિત થઈ ગઈ કે તેમણે તુરંત જ ડીલ માટે આગળની વાતચીત શરૂ કરી દીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ (Distribution Rights) માટેની બોલી શરૂઆતમાં ₹૫૦૦ કરોડથી શરૂ થઈ હતી, પરંતુ અંતે આ ડીલ ૨૫૦ કરોડની તોતિંગ રકમ પર ફાઇનલ થઈ છે. આ જોડાણથી હવે ‘રામાયણ’ ને ભારતમાં રેકોર્ડબ્રેક સ્ક્રીન્સ મળવાની આશા છે.

Ramayana Indian Distribution Rights Deal – નીતેશ તિવારી કરી રહ્યા છે ડાયરેક્શન, આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે પહેલો ભાગ

  આ ભવ્ય પૌરાણિક ફિલ્મનું ડાયરેક્શન દંગલ અને છીછોરે જેવી સુપરહિટ ફિલ્મો આપનારા નીતેશ તિવારી (Nitesh Tiwari) કરી રહ્યા છે. બે ભાગમાં બની રહેલી આ શ્રેણીનો ‘રામાયણ પાર્ટ ૧’ ચાલુ વર્ષે દિવાળીના તહેવાર પર અને ‘રામાયણ પાર્ટ ૨’ આગામી વર્ષે એટલે કે ૨૦૨૭ની દિવાળી પર વિશ્વભરમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી માતા સીતા, સાઉથ સુપરસ્ટાર યશ રાવણ, સની દેઓલ હનુમાન અને રવિ દુબે લક્ષ્મણના મહત્વપૂર્ણ પાત્રોમાં સ્ક્રીન પર દેખાશે.

 Ramayana Indian Distribution Rights Deal – ૪૦૦૦ કરોડથી વધુનું મેગા બજેટ, હેન્સ ઝિમર અને એઆર રહેમાનનું મ્યુઝિક

  ‘રામાયણ’ ને ભારતીય સિનેમાના ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોંઘી અને ભવ્ય ફિલ્મ ગણાવવામાં આવી રહી છે. પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે આ મેગા પ્રોજેક્ટનું કુલ બજેટ ૪૦૦૦ કરોડથી (4000 Crore) પણ વધારે છે. આ ફિલ્મને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે ઓસ્કર વિજેતા ભારતીય સંગીતકાર એઆર રહેમાન (A.R. Rahman) અને પ્રખ્યાત હોલીવુડ કમ્પોઝર હેન્સ ઝિમર (Hans Zimmer) સાથે મળીને બેકગ્રાઉન્ડ સ્કોર અને સંગીત તૈયાર કરી રહ્યા છે. આ ફિલ્મમાં લારા દત્તા, રકુલ પ્રીત સિંહ અને અરુણ ગોવિલ જેવા કલાકારો પણ મહત્વના રોલમાં છે.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More