News Continuous Bureau | Mumbai
Ramayan: નીતિશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ રામાયણની ચર્ચા છેલ્લા ઘણા સમય થી ચાલી રહી છે. આ ફિલ્મ ની સ્ટારકાસ્ટ ને લઈને પણ રોજ નવા અપડેટ સામે આવતા રહે છે. હવે ફરી એકવાર ફિલ્મ ની સ્ટારકાસ્ટ ને લઈને નવું અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ માટે લારા દત્તા અને બોબી દેઓલ નો સંપર્ક કરવામાં આવ્યો છે. જો રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો ફિલ્મ માં લારા દત્તા કૈકેયી ની ભૂમિકા ભજવતી જોવા મળશે.
રામાયણ ની સ્ટારકાસ્ટ
મીડિયા રિપોર્ટ મુજબ નીતીશ તિવારી ની રામાયણ માં લારા દત્તા નો સંપર્ક કૈકેયી ના રોલ માટે કરવામાં આવ્યો છે. અહેવાલમાં સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ‘નીતિશ ફિલ્મના કલાકારો માટે એવા કલાકારોની શોધમાં છે જે સંબંધિત પાત્રો ભજવવામાં સક્ષમ હોય. સૂત્રના જણાવ્યા અનુસાર, નીતિશ માને છે કે લારા દત્તા રાજા દશરથની બીજી પત્ની કૈકેયી ની ભૂમિકા ભજવવા માટે પરફેક્ટ છે.’આ ઉપરાંત રિપોર્ટ માં એવું પણ કહેવાય છે કે કુંભકર્ણની ભૂમિકા માટે એનિમલ સ્ટાર બોબી દેઓલનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે, પરંતુ અભિનેતાએ હજુ સુધી આ ફિલ્મ માટે પોતાની સંમતિ આપી નથી.
આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ 17 ના વિકેન્ડ કા વાર માં કરણ જોહરે લગાવી સ્પર્ધક ની ક્લાસ, વિકી જૈન ને તેની માતા ના વ્યવહાર માટે કહી આવી વાત
તમને જણાવી દઈએ કે નીતીશ તિવારી ની રામાયણ માં રણબીર કપૂર ભગવાન રામ ની ભુમિકા માં તેમજ સાઈ પલ્લવી માતા સીતા ની ભૂમિકા માં જોવા મળશે. તેમજ મીડિયા રિપોર્ટ મુજબ સાઉથ સુપરસ્ટાર યશ રાવણ ની ભૂમિકામાં જોવા મળશે. રિપોર્ટ અનુસાર હનુમાનની ભૂમિકા માટે સની દેઓલ સાથે વાતચીત ચાલી રહી છે.