Site icon

Ramayan Teaser Release: ભગવાન રામના રૂપમાં રણબીર કપૂરની પહેલી ઝલક, ૪૦૦૦ કરોડના મેગા બજેટની ફિલ્મનું ટીઝર વાયરલ

Ramayan Teaser Release: નિતેશ તિવારીનું ભવ્ય વિઝન: ‘રામા ગ્લિમ્પ્સ’માં જોવા મળી અદભૂત VFX ની દુનિયા; દિવાળી પર રિલીઝ થશે ફિલ્મનો પહેલો ભાગ.

Ramayana Teaser Out: Ranbir Kapoor as Lord Ram leaves fans speechless

Ramayana Teaser Out: Ranbir Kapoor as Lord Ram leaves fans speechless

News Continuous Bureau | Mumbai

Ramayan Teaser Release: લાંબા સમયની રાહ જોયા બાદ, ડિરેક્ટર નિતેશ તિવારીની અત્યંત મહત્વાકાંક્ષી ફિલ્મ ‘રામાયણ’ ના પહેલા ભાગનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ‘રામા ગ્લિમ્પ્સ’ નામથી જાહેર થયેલા આ ટીઝરમાં રણબીર કપૂરનો ભગવાન રામ તરીકેનો લુક જોઈને ચાહકો અભિભૂત થઈ ગયા છે. ફિલ્મની ભવ્યતા અને શાનદાર VFX એ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Bhooth Bangla Release Date: અક્ષય કુમારના ‘ભૂત બંગલા’માં રિલીઝ ડેટનું ભૂત! કન્ફ્યુઝન દૂર કરવા મેદાનમાં આવ્યા મેકર્સ, જાણો ફાઈનલ ડેટ

સંવાદો વગર પણ ટીઝરે જીત્યું દિલ

ટીઝરની શરૂઆત રાક્ષસોના હુમલા અને 500 વર્ષોના ઈન્તજારના મજબૂત વોઈસ ઓવર સાથે થાય છે. આ ટીઝરમાં કોઈ ડાયલોગ કે ગીત નથી, માત્ર દમદાર મ્યુઝિક અને વિઝ્યુઅલ્સ દ્વારા રામાયણની દુનિયા બતાવવામાં આવી છે. રણબીર કપૂરે આ પાત્ર માટે શારીરિક જ નહીં, પણ ભાવનાત્મક રીતે પણ ઘણી મહેનત કરી છે. રણબીરે પોતે કબૂલ્યું હતું કે શરૂઆતમાં તે આ પાત્ર માટે તૈયાર નહોતો, પરંતુ પિતા બન્યા બાદ તેની જીવનશૈલીમાં આવેલા બદલાવે તેને આ પાત્ર ભજવવા માટે તૈયાર કર્યો.



ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ એટલી જ પાવરફુલ છે. રણબીર કપૂર ઉપરાંત સાઈ પલ્લવી ‘સીતા’ના પાત્રમાં, સની દેઓલ ‘હનુમાન’ તરીકે, અને સાઉથ સુપરસ્ટાર યશ ‘રાવણ’ના રોલમાં જોવા મળશે. આ સિવાય રવિ દુબે લક્ષ્મણ, અરુણ ગોવિલ રાજા દશરથ અને લારા દત્તા કૈકેયીના રોલમાં જોવા મળશે. ટીઝર જોઈને આલિયા ભટ્ટે પણ રણબીરના કામના ખૂબ વખાણ કર્યા છે.પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાના જણાવ્યા મુજબ, ‘રામાયણ’ના બંને ભાગોનું કુલ બજેટ અંદાજે 4000 કરોડ રૂપિયા છે, જે તેને ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બનાવે છે. મેકર્સનું લક્ષ્ય આ ફિલ્મને ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’ જેવી ભવ્યતા આપવાનું છે. ફિલ્મનો પહેલો ભાગ આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે, જ્યારે બીજો ભાગ આવતા વર્ષે દિવાળી પર સિનેમાઘરોમાં આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raaka Movie: અલ્લૂ અર્જુનનો ‘રાકા’ અવતાર: પૌરાણિક ગાથા અને આધુનિક એક્શનનો સંગમ, જાણો કેમ ચર્ચાઈ રહ્યું છે ‘રામાયણ’ કનેક્શન
Raj Anadkat: ‘તારક મહેતા…’ ના ટપ્પુનો ટીવી પર ધમાકેદાર કમબેક! રાજ અનડકટે આ દિગ્ગજ અભિનેતાની લીધી જગ્યા
Golmaal 5: ‘શું લેડી સિંઘમ ‘ગોલમાલ 5’ માં પણ દેખાશે? દીપિકા-અક્ષયની એન્ટ્રી પાછળ છુપાયેલું છે ‘સિંઘમ અગેન’ નું રહસ્ય
Samay Raina Roasts Amitabh Bachchan: સમય રૈનાએ લાઈવ શોમાં બિગ બીની ઉડાવી મજાક, અભિષેક બચ્ચનનું નામ લઈને પૂછ્યો એવો સવાલ કે બધા સ્તબ્ધ!
Exit mobile version