News Continuous Bureau | Mumbai
Ramayana: નિતેશ તિવારી એ જ્યારથી રામાયણ ની જાહેરાત કરી છે ત્યારથી આ ફિલ્મ ચર્ચામા છે. હાલ આ ફિલ્મ તેની સ્ટાર કાસ્ટ ને લઈને ચર્ચામાં છે આફિલ્મ ને લઈને રોજ કોઈ નું કોઈ અપડેટ સામે આવતું રહે છે. આ ફિલ્મ માં ભગવાન રામ ની ભૂમિકા માં રણબીર કપૂર તો માતા સીતા ની ભૂમિકા માં સાઈ પલ્લવી જોવા મળશે. હવે સમાચાર આવી રહ્યા છે કે આ ફિલ્મ માટે લક્ષ્મણના પાત્રને પણ મંજૂરી મળી ગઈ છે અને તે એક ટીવી અભિનેતા છે.
આ સમાચાર પણ વાંચો : Aryan Khan: આર્યન ખાન ના લકઝરી બ્રાન્ડ ની કિંમત સાંભળી તમને પણ આવી જશે ચક્કર, એક જેકેટ માં તો આવી જાય આઈફોન, સ્ટારકિડ ની બ્રાન્ડ પર લોકો એ કરી મજેદાર કૉમેન્ટ્સ
રવિ દુબે ભજવશે લક્ષ્મણ ની ભૂમિકા
મીડિયા રિપોર્ટ મુજબ, રામાયણમાં લક્ષ્મણની ભૂમિકા ભજવવા માટે લોકપ્રિય ટીવી અભિનેતા રવિ દુબેની પસંદગી કરવામાં આવી છે. જો કે, આ અહેવાલો પર કોઈ પુષ્ટિ થઇ નથી. આ અભિનેતા ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. રવિ દુબે એક અભિનેતા અને નિર્માતા છે. અને રવિ તરફ થી પણ કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.