Ramayana Update: ‘રામાયણ’નો ફર્સ્ટ લુક રિલીઝ કરવા માટે પસંદ કરવામાં આવ્યો આ ખાસ દિવસ, મેકર્સના નિર્ણયથી ચાહકો ખુશખુશાલ

Ramayana Update: રણબીર કપૂરના ‘રામ’ અવતારની ઝલક જોવા માટે 2 એપ્રિલ સુધી જોવી પડશે રાહ; 4000 કરોડના બજેટમાં બનેલી નીતેશ તિવારીની ફિલ્મ તોડશે તમામ રેકોર્ડ્સ

by Zalak Parikh
Ramayana Update: First Look of Ranbir Kapoor’s Epic to be Unveiled on Hanuman Jayanti, April 2; Producer Namit Malhotra Confirms

News Continuous Bureau | Mumbai

Ramayana Update: રણબીર કપૂર  સ્ટારર ફિલ્મ ‘રામાયણ’ ના ફર્સ્ટ લુકની રાહ જોઈ રહેલા ચાહકો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. અગાઉ એવી અટકળો હતી કે રામનવમીના દિવસે ફિલ્મની પ્રથમ ઝલક જોવા મળશે, પરંતુ હવે નિર્માતા નમિત મલ્હોત્રાએ સ્પષ્ટતા કરી છે કે ફિલ્મનો ફર્સ્ટ લુક હનુમાન જયંતીના અવસરે, એટલે કે 2 એપ્રિલ 2026 ના રોજ રિલીઝ કરવામાં આવશે. નિર્માતા નમિત મલ્હોત્રાએ ઈન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ શેર કરતા લખ્યું કે, “આ એક એવી વાર્તા છે જે આપણા સૌની સાથે જોડાયેલી છે. અમે પૂરી શ્રદ્ધા અને જવાબદારી સાથે આ મહાગાથાને મોટા પડદા પર લાવવા જઈ રહ્યા છીએ. હનુમાન જયંતીના પવિત્ર અવસરે અમે ‘રામ’ ના પાત્રની પ્રથમ ઝલક દુનિયા સમક્ષ રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ.”

આ સમાચાર પણ વાંચો : TRP Week 11: ટીવી દુનિયામાં નવાજૂની: ‘તુલસી’ સામે ‘અનુપમા’નો ક્રેઝ પડ્યો ઠંડો, ટીઆરપી ચાર્ટમાં આ સીરિયલ્સે મારી બાજી

વિશ્વના સૌથી મોંઘા પ્રોજેક્ટ્સમાં સામેલ: 4000 કરોડનું બજેટ

નિર્દેશક નીતેશ તિવારીની આ ‘રામાયણ’ માત્ર ભારતની જ નહીં પણ વિશ્વની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક બનવા જઈ રહી છે. નમિત મલ્હોત્રાએ ખુલાસો કર્યો છે કે આ પ્રોજેક્ટ આશરે 4000 કરોડ ના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. ફિલ્મનો પ્રથમ ભાગ દિવાળી 2026 માં અને બીજો ભાગ 2027 માં રિલીઝ કરવાનું આયોજન છે. અત્યાધુનિક ગ્રાફિક્સ અને મોશન કેપ્ચર ટેકનોલોજીની મદદથી રામાયણના યુગને જીવંત કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Namit Malhotra (@iamnamitmalhotra)


આ ફિલ્મમાં ભગવાન રામના પાત્રમાં રણબીર કપૂર, માતા સીતાના રોલમાં સાઈ પલ્લવી, લક્ષ્મણના રોલમાં રવિ દુબે અને હનુમાનજીના રોલમાં સની દેઓલ જોવા મળશે. સૌથી વધુ ચર્ચા રાવણના પાત્રની છે, જે KGF સ્ટાર યશ (Yash) ભજવવાનો છે. આટલી મજબૂત સ્ટાર કાસ્ટ અને ભવ્ય બજેટને કારણે અત્યારથી જ એવી ચર્ચાઓ છે કે આ ફિલ્મ ‘ધુરંધર 2’ ના રેકોર્ડ્સ પણ તોડી નાખશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More