News Continuous Bureau | Mumbai
આ દિવસોમાં બધાની નજર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન પર છે. તેમના લગ્નની તારીખ નક્કી થયા બાદ હવે તેમની સાથે જોડાયેલી દરેક નાની-મોટી બાબતો પર નજર રાખવામાં આવી રહી છે. બંનેને પરિણીત કપલ તરીકે જોવા માટે ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહિત છે. બંનેના લગ્નની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. લગ્નની તારીખ 14 એપ્રિલ હોવાનું બહાર આવ્યું છે. લગ્ન બાદ કપલ ગ્રાન્ડ રિસેપ્શનનું પણ આયોજન કરી રહ્યું છે. આવી સ્થિતિમાં લગ્ન સ્થળ અને ગેસ્ટ લિસ્ટ બાદ હવે સમાચાર આવી રહ્યા છે કે આ કપલે રિસેપ્શન પાર્ટી માટે ખૂબ જ શાનદાર જગ્યા પસંદ કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણબીર અને આલિયાના ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શન 17 એપ્રિલે યોજાઈ શકે છે. આ માટે બંનેએ મુંબઈની લક્ઝુરિયસ હોટેલ તાજમહેલ પેલેસ પસંદ કરી છે. આ પાર્ટી હોટેલ તાજના સી-ફેસિંગ બોલરૂમમાં થશે. પાર્ટી રાત્રે 9 વાગ્યે શરૂ થશે. ભવ્ય રિસેપ્શનમાં રાની મુખર્જી, કેટરિના કૈફ, રિતિક રોશન, અર્જુન કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા ઘણા મહેમાનોના નામ સામેલ છે.શાહરૂખ ખાન, સલમાન ખાન, મનીષ મલ્હોત્રા, ફરાહ ખાન, ઇમ્તિયાઝ અલી, ગૌરી શિંદે, મસાબા ગુપ્તા, દીપિકા પાદુકોણ સહિતના અન્ય સ્ટાર્સ પણ રણબીર અને આલિયાના ગેસ્ટ લિસ્ટમાં છે. રિપોર્ટ્સ અનુસાર, આલિયા તેના રિસેપ્શનમાં મનીષ મલ્હોત્રાનો ડિઝાઈન કરેલો ડ્રેસ પહેરશે. જો કે પહેલા એવા અહેવાલો હતા કે લગ્ન પછી કપલ હનીમૂન પર સ્વિટ્ઝરલેન્ડ જઈ શકે છે, પરંતુ હાલમાં બંનેએ કામના કારણે હનીમૂન કેન્સલ કરી દીધું છે.
આ સમાચાર પણ વાંચો : પુત્ર અભિષેક ની ફિલ્મોની સ્ક્રિપ્ટ પણ વાંચવાનું પસંદ નથી કરતા અમિતાભ બચ્ચન, આ છે ખાસ કારણ; જાણો વિગત
આલિયા ભટ્ટના કાકા રોબિન ભટ્ટે બંનેના લગ્નની પુષ્ટિ કરી હતી. તેણે કહ્યું હતું કે રણબીર અને આલિયા 14 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાશે. રણબીરના બાંદ્રા હાઉસમાં રીંગ સેરેમની યોજાશે, ત્યારબાદ 13 એપ્રિલે મહેંદી સેરેમનીનું પણ આયોજન કરવામાં આવશે. પ્રી-વેડિંગ ફંક્શન માટે કપૂર પરિવારના ઘરની નજીકનું સ્થળ નક્કી કરવામાં આવ્યું છે.