Site icon

રણબીર -આલિયાના ફેન્સે જોવી પડશે રાહ, 2021માં નહીં પરંતુ આ વર્ષમાં કરી શકે છે લગ્ન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 02 નવેમ્બર, 2021 

Join Our WhatsApp Community

મંગળવાર. 
છેલ્લા કેટલાક સમયથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટની જોડી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સૌથી ક્યૂટ કપલ તરીકે ઉભરી રહી છે. ચાહકો પણ આ કપલને ખૂબ પસંદ કરે છે અને બંને પરિવાર વચ્ચેના સંબંધો પણ સારા છે. આવી સ્થિતિમાં આલિયા અને રણબીરના લગ્નની ચર્ચા પણ બોલિવૂડ કોરિડોરમાં જોવા મળી રહી છે. ઘણા અહેવાલોમાં એવું બહાર આવ્યું છે કે આ કપલ વર્ષ 2020 માં કોરોનાને કારણે લગ્ન કરી શક્યું નથી અને તેઓ 2021 માં લગ્ન કરશે. આ અટકળો છેલ્લા કેટલાક સમયથી તેજ બની હતી. પરંતુ હવે નવીનતમ અહેવાલો અનુસાર, આ વર્ષે પણ કપલ તેમના સંબંધોને એક પગલું આગળ લઈ રહ્યું નથી.

એક મીડિયા હાઉસ ના અહેવાલો અનુસાર, રણબીર કપૂર અને આલિયા ભટ્ટે વર્ષ 2021ને તેમના લગ્નના વર્ષ તરીકે પસંદ કર્યું નથી. આ કપલ લગ્ન કરશે પરંતુ તેમના ચાહકોએ આ વર્ષના અંત સુધી રાહ જોવી પડશે. નજીકના સૂત્રોનું માનીએ તો- આલિયા અને રણબીર મોટા પાયે તેમના લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા છે. એટલા માટે તેઓ કોઈપણ રીતે ઉતાવળ કરવા માંગતા નથી. હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે આ કપલ વર્ષ 2022માં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

અંકિતા લોખંડે વિકી જૈન સાથે કરવા જઈ રહી છે લગ્ન, આ તારીખે લેશે સાત ફેરા; જાણો વિગત

દંપતીએ ખાતરી કરી છે કે લગ્ન તેમના કાર્યને અસર ન કરે. તેથી તેઓ તેમના તમામ શૂટિંગ શિડ્યુલ જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યાં એક તરફ રણબીર ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે તો બીજી તરફ આલિયાની વાત કરીએ તો તેની પાસે બે મોટા પ્રોજેક્ટ પણ છે. તેઓ છે ગંગુબાઈ કાઠિયાવાડીઅને ‘RRR’ જેવી ફિલ્મોનો ભાગ છે.

De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Dharmendra Health: ધર્મેન્દ્રની તબિયત નાજુક હોવા છતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કેમ? ડોક્ટરે કર્યો ખુલાસો
Exit mobile version