News Continuous Bureau | Mumbai
Ranbir kapoor Alia bhatt: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની દીકરી રાહા ને લઈને નવા વર્ષની ઉજવણી કરવા વેકેશન પર ગયા છે. રણબીર અને આલિયાએ તેમની દીકરી રાહા સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી. હવે આલિયા ભટ્ટે તેમાં નવા વર્ષ ની ઉજવણી ની કેટલીક તસવીરો શેર કરી છે. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થાય રહી છે.
આલિયા ભટ્ટે શેર કરી તસવીરો
આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ક્રિસમસ ના અવસર પર તેમની દીકરી રાહા ની ઝલક બતાવી હતી. હાલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની દીકરી રાહા સાથે વેકેશન પર ગયા છે. જ્યાંથી આલિયા ભટ્ટે કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરો શેર કરી ને આલિયાએ લખ્યું, ‘તમને બધાને નવું વર્ષ 2024 મુબારક.’
રણબીર કપૂર છેલ્લે સંદીપ રેડ્ડી વાંગા ની એનિમલ માં જોવા મળ્યો હતો. જ્યારેકે આલિયા ભટ્ટ છેલ્લે રોકી ઔર રાની કી પ્રેમ કહાની માં જોવા મળી હતી.
આ સમાચાર પણ વાંચો : Sara ali khan: સારા અલી ખાન માટે ખાસ રહ્યું વર્ષ 2023, અભિનેત્રી એ વિડીયો શેર કરી બતાવી ઝલક