News Continuous Bureau | Mumbai
Ranbir kapoor Bobby deol: રણબીર કપૂર અને બોબી દેઓલ અભિનીત ફિલ્મ એનિમલ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ માં ઇન્ટિમેન્ટ સીન અને મારામારીના દ્રશ્યો હોવા ને કારણે આ ફિલ્મ ને A સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. હવે આ ફિલ્મને લઈને એક અનોખું અપડેટ સામે આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, ફિલ્મમાં રણબીર કપૂર અને બોબી દેઓલ વચ્ચે એક કિસિંગ સીન પણ છે.જે સંદીપ રેડ્ડી વાંગા એ ડિલીટ કરી નાખ્યો હતો. હવે નવીનતમ અપડેટ એ છે કે ડીલીટ કરવામાં આવેલ આ કિસિંગ સીન OTT વર્ઝન નો એક ભાગ હશે..
રણબીર કપૂર અને બોબી દેઓલ નો કિસિંગ સીન
અહેવાલો અનુસાર, મીડિયા સાથે ના એક ઇન્ટરવ્યૂ દરમિયાન બોબી દેઓલે ખુલાસો કર્યો કે, ‘આ બે ભાઈઓ છે; તેઓ એકબીજાને મારવા માંગે છે, પરંતુ તેઓ એકબીજા માટે પ્રેમ ધરાવે છે. હું ક્લાઈમેક્સ સિક્વન્સ શૂટ કરવા જઈ રહ્યો છું.સીન દરમિયાન, બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું છે, જે પ્રેમ વિશે છે.’ વધુ માં બોબી દેઓલે ખુલાસો કર્યો કે, ‘તેનો રણબીર કપૂર સાથે કિસિંગ સીન છે’. સંદીપ રેડ્ડી વાંગાએ કેવી રીતે ચુંબન દ્રશ્ય વર્ણવ્યું તે શેર કરતા, બોબી કહે છે, ‘તમે લડી રહ્યા છો, અને તમે તેને અચાનક ચુંબન કરો છો, અને પછી તમે હાર નથી માનતા, અને તે તમને મારી નાખે છે.’ પરંતુ આ ચુંબન થિયેટર માટે દૂર કરવામાં આવ્યું હતું અને મને લાગે છે કે તે અનકટ Netflix વર્ઝન પર દેખાઈ શકે છે.’
View this post on Instagram
મીડિયા રિપોર્ટ મુજબ એનિમલ ફિલ્મ આવતા મહિને OTT પર 14 અથવા 15 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
આ સમાચાર પણ વાંચો : Aishwarya rai bachchan: ઐશ્વર્યા રાય બચ્ચને આપી ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ પર પ્રતિક્રિયા, ભાણીયા અગસ્ત્ય નંદા અને ફિલ્મ ની ટિમ વિશે કહી આ વાત, જાણો બીજા સ્ટાર્સ એ ફિલ્મ વિશે શું કહ્યું