Site icon

ધ કાશ્મીર ફાઇલ્સ ના પ્રોડ્યુસર બાદ હવે આદિપુરુષ ને મળ્યું રણબીર કપૂર નું સમર્થન, રિલીઝ પહેલા જ આટલી ટિકિટ ખરીદવા ની કરી જાહેરાત

આદિપુરુષને લઈને 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના નિર્માતા બાદ હવે રણબીર કપૂરે પણ ફિલ્મ માટે 10,000 ટિકિટ ખરીદવાની જાહેરાત કરી છે.

ranbir kapoor buy 10 thousand ticket of film adipurush for underprivileged children

ધ કાશ્મીર ફાઇલ્સ ના પ્રોડ્યુસર બાદ હવે આદિપુરુષ ને મળ્યું રણબીર કપૂર નું સમર્થન, રિલીઝ પહેલા જ આટલી ટિકિટ ખરીદવા ની કરી જાહેરાત

News Continuous Bureau | Mumbai

ઓમ રાઉતની પૌરાણિક ફિલ્મ ‘આદિપુરુષ’ આ દિવસોમાં ચર્ચામાં છે. પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન અભિનીત બહુપ્રતિક્ષિત ફિલ્મની રિલીઝનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જેમ જેમ ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં ઉત્સુકતા પણ વધી રહી છે. જ્યારે ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર ઓપનિંગ લેશે તેવી અપેક્ષા છે, ત્યાં સમાચાર છે કે રણબીર કપૂરે વંચિત બાળકો માટે 10,000 ટિકિટ બુક કરી છે, જે તે દાન કરશે.

Join Our WhatsApp Community

 

આદિપુરુષ ની 10,000 ટીકીટ ખરીદશે રણબીર કપૂર

અગાઉ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના નિર્માતા અભિષેક અગ્રવાલે સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું કે તેઓ સ્કૂલ ના બાળકો, વૃધાશ્રમ અને અનાથાશ્રમ ને ‘આદિપુરુષ’ની 10,000 ટિકિટોનું વિતરણ કરશે. હવે રણબીર કપૂર પણ ‘આદિપુરુષ’ને સપોર્ટ કરવા આગળ આવ્યો છે. એક અહેવાલ અનુસાર, રણબીર કપૂર, પ્રભાસ, કૃતિ, સૈફ અલી ખાન અભિનીત ફિલ્મ ‘આદિપુરુષ’ 10,000 ટિકિટ ખરીદશે અને તેને વંચિત બાળકોમાં વહેંચશે.તમને જણાવી દઈએ કે, રણબીર કપૂરે આ પગલું ત્યારે લીધું છે જ્યારે તેને ‘રામાયણ’ પર બની રહેલા આગામી પ્રોજેક્ટ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ નિતેશ તિવારીની ‘રામાયણ’ ફિલ્મમાં અભિનય કરવા માટે ચર્ચામાં હોવાનું કહેવાય છે. અફવાઓ અનુસાર, આ રિયલ લાઈફ કપલ પ્રોજેક્ટમાં રામ અને સીતાની ભૂમિકા ભજવશે. એટલું જ નહીં આ ફિલ્મમાં રણબીર અને આલિયાની સાથે સુપરસ્ટાર યશની પણ ચર્ચા છે. આ ફિલ્મમાં તે રાવણના રોલમાં જોવા મળી શકે છે.

 

એડવાન્સ બુકીંગ પહેલા આદિપુરુષ ની આટલી ટિકિટ થઇ ગઈ બુક 

આ 10,000 ટિકિટ હિન્દી બેલ્ટ ના NGOને વહેંચવામાં આવશે. ‘આદિપુરુષ’ના નિર્માતાઓએ એક મીડિયા હાઉસ સમક્ષ કબૂલાત કરી છે કે રણબીર કપૂરે ફિલ્મને સમર્થન આપ્યું છે.રણબીર કપૂરની આ જાહેરાતથી સ્પષ્ટ છે કે ‘આદિપુરુષ’ની કુલ 20 હજાર ટિકિટો રિલીઝ પહેલા જ વેચાઈ ચૂકી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ હજુ શરૂ થયું નથી. તમને જણાવી દઈએ કે, ‘આદિપુરુષ’ ભારતમાં બનેલી અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ કહેવાય છે. ‘આદિપુરુષ’ની વાત કરીએ તો આ ફિલ્મ 600 કરોડના મેગા બજેટમાં બની છે. આ ફિલ્મ 16 જૂને રિલીઝ થવાની છે.

 

આ સમાચાર પણ વાંચો: આદિપુરુષ ના નિર્માતા નો મોટો નિર્ણય, આ રાજ્યના આ લોકોને મફતમાં આપવામાં આવશે 10 હજાર ટિકિટ

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version