News Continuous Bureau | Mumbai
Ranbir kapoor and Aishwarya rai: રણબીર કપૂરે ઐશ્વર્યા રાય સાથે કરણ જોહર ની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ માં કામ કર્યું હતું. આ ફિલ્મ માં લોકો ને તેમની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી હતી. બંને વચ્ચે ઉંમરનો મોટો તફાવત હોવા છતાં, તેમની વચ્ચેની જબરદસ્ત કેમિસ્ટ્રીએ દર્શકોના દિલ જીતી લીધા હતા. આ જોડીએ પડદા પર ખૂબ જ ધૂમ મચાવી હતી. આ ફિલ્મ માં રણબીર અને ઐશ્વર્યા ના ઘણા કિસિંગ અને બોલ્ડ સીન હતા જેના કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા. પરંતુ રણબીરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઐશ્વર્યા વિશે એવું કંઈક કહ્યું હતું કે બચ્ચન પરિવાર ને તે પસંદ નહોતું આવ્યું.
આ સમાચાર પણ વાંચો: Isha ambani Mahakumbh 2025: ઈશા અંબાણી એ પતિ આનંદ પિરામલ સાથે મહાકુંભ માં લગાવી આસ્થા ની ડૂબકી, જુઓ તસવીરો
રણબીર કપૂર એ ઐશ્વર્યા વિશે કહી હતી આવી વાત
રણબીર કપૂરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે ‘એ દિલ હૈ મુશ્કિલ માં ઐશ્વર્યા સાથે એક ઇન્ટિમેટ સીન કરતી વખતે હું નર્વસ હતો. મને તેના ગાલને સ્પર્શ કરવામાં પણ સંકોચ થતો હતો. પરંતુ ઐશ્વર્યાએ મને આરામદાયક રહેવા કહ્યું અને સમજાવ્યું કે આ ફક્ત અભિનયનો એક ભાગ છે.’ ત્યારબાદ રણબીર હસ્યો અને બોલ્યો, ‘પછી મેં વિચાર્યું કે, મને ફરીથી આવી તક નહીં મળે, તેથી મેં તરત જ ચોગ્ગો ફટકાર્યો!’ બચ્ચન પરિવારને ઐશ્વર્યા અને રણબીર ના ઇન્ટિમેટ સીન પર નહિ પરંતુ રણબીર ના આ નિવેદન પર વાંધો હતો તેમને રણબીર નું આ નિવેદન ગમ્યું નહીં.
Ranbir on Aishwarya : she is such a superb actor and also a family friend. She’s one of India’s most talented and respected women. I will be forever grateful to her for her contribution to Ae Dil Hai Mushkil, #AishwaryaRaiBachchan #ranbirkapoor pic.twitter.com/0ESE7t19vn
— AISHWARYA RAI 💙 (@my_aishwarya) September 13, 2019
મીડિયા રિપોર્ટ મુજબ પરિવારના નજીકના સૂત્રએ મીડિયા ને જણાવ્યું હતું કે બચ્ચન પરિવારને ફિલ્મમાં બતાવેલા બોલ્ડ અને ઇન્ટિમેટ દ્રશ્યોથી કોઈ વાંધો નહોતો, પરંતુ તેમને રણબીરના નિવેદનને વાંધાજનક અને અસ્વસ્થતાભર્યું લાગ્યું. આ નિવેદન પછી, મામલો ચર્ચામાં આવ્યો અને રણબીરને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો. જ્યારે વિવાદ વધ્યો, ત્યારે રણબીરે તરત જ સ્પષ્ટતા આપી. તેમણે કહ્યું કે તેમના નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યું છે અને તેમને ઐશ્વર્યા પ્રત્યે ખૂબ માન છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)