Site icon

Ranbir kapoor: રણબીર કપૂર ની મુશ્કેલી વધી, આ આરોપસર અભિનેતા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો

Ranbir kapoor: રણબીર કપૂર હાલમાં કપૂર પરિવાર સાથે ક્રિસમસ લંચ સેલિબ્રેશન માં જોવા મળ્યો હતો. આ સેલિબ્રેશન ના એક વિડીયો એ સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે. વિડીયો માં જય માતાજી બોલ્યા બાદ રણબીર કપૂર ખરાબ રીતે ફસાઈ ગયો છે..

ranbir kapoor complaint filled against him for hurt religious sentiments

ranbir kapoor complaint filled against him for hurt religious sentiments

News Continuous Bureau | Mumbai

Ranbir kapoor: રણબીર કપૂર તેની ફિલ્મ એનિમલ ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. હાલમાં રણબીર કપૂર તેના કપૂર પરિવાર સાથે ક્રિસમસ લંચ ની ઉજવણી કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન રણબીર અને આલિયા એ પહેલીવાર તેમની દીકરી રાહા ની ઝલક બતાવી હતી.હવે રણબીર કપૂર નો ક્રિસમસ સેલિબ્રેશન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જે ચર્ચાનો વિષય બન્યો છે. જેના કારણે રણબીર સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

Join Our WhatsApp Community

 

રણબીર કપૂર નો વાયરલ વિડીયો 

રણબીર કપૂર ના ક્રિસમસ સેલિબ્રેશન ના વિડીયો એ સોશિયલ મીડિયા પર હંગામો મચ્યો છે. આ વિડીયો માં પૂરો કપૂર પોરિવાર ડાઇનિંગ ટેબલ પર બેઠો છે. અને જહાન કપૂર કેક પર શરાબ રેડે છે અને રણબીર કપૂર લાઇટર વડે કેક ને આગ લગાવતા જય માતાજી બોલે છે.રણબીર ની આ હરકત લોકો ને બિલકુલ પસંદ આવી નથી. રણબીર પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. આ ઉપરાંત તેને સોશિયલ મીડિયા પર પણ ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.


રણબીર કપૂર ના વાયરલ વિડીયો જોયા બાદ આ અંગે મુંબઈના પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એક વ્યક્તિ એ પોતાના બે વકીલો દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ માં કહેવામાં આવ્યું છે કે,હિંદુ ધર્મમાં, અન્ય દેવતા નું આહવાન કરતા પહેલા અગ્નિ દેવતા નું આહવાન કરવામાં આવે છે, પરંતુ કપૂર અને તેના પરિવારના સભ્યોએ જાણી જોઈને નશીલા પદાર્થ નો ઉપયોગ કર્યો હતો અને અન્ય ધર્મના તહેવારની ઉજવણી કરતી વખતે જય માતાજી ના નારા લગાવ્યા હતા. આરોપ છે કે આનાથી ફરિયાદીની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે.જો કે આ કેસમાં હજુ સુધી કોઈ ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવામાં આવ્યો નથી.

આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor: કપૂર પરિવાર ની ક્રિસમસ લંચ પાર્ટી માં રણબીર કપૂરે કર્યું એવું કામ કે થઇ ગયો ટ્રોલ, જુઓ વિડીયો

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version