Ranbir kapoor Raha kapoor: રણબીર કપૂર ના હાથમાં જોવા મળી રાહા કપૂર, આલિયા ની દીકરી ની ક્યુટનેસે જીતી લીધા લોકો ના દિલ, જુઓ વિડીયો

Ranbir kapoor Raha kapoor: રણબીર કપૂરે તેની દીકરી રાહા નો ચેહરો ક્રિસમસ ના અવસર પર ચાહકો ને બતાવ્યો હતો. રાહા ને જોઈ ને ચાહકો ખુબ ખુશ થયા હતા. હવે ફરી એક વખત રાહા તેના પિતા રણબીર કપૂર સાથે જોવા મળી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

by Zalak Parikh
ranbir kapoor daughter raha seen in papa arms

News Continuous Bureau | Mumbai

Ranbir kapoor Raha kapoor: રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તેમની દીકરી રાહા કપૂર નો ચહેરો ક્રિસમસ ના અવસર પર ચાહકો ને બતાવ્યો હતો. ત્યારથી રાહા સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. લોકો ને રાહા ની ક્યુટનેસ ખુબ પસંદ આવી હતી. લોકો રાહા ની સરખામણી તેના દાદા રિશી કપૂર અને પરદાદા રાજ કપૂર સાથે કરી રહ્યા હતા. હવે ફરી એક વખત રાહા ની ક્યુટનેસ ની ઝલક જોવા મળી હતી. વાસ્તવમાં રણબીર અને આલિયા તેમના ન્યુયર વેકેશન થી પરત આવી રહ્યા હતા ત્યારે તેઓ એરપોર્ટ પર સ્પોટ થયા હતા. આ દરમિયાન રાહા રણબીર કપૂર ના હાથ માં જોવા મળી હતી. 

રણબીર કપૂર ના હાથમાં જોવા મળી રાહા કપૂર 

રણબીર કપૂર તેની પત્ની આલિયા ભટ્ટ અને દીકરી રાહા સાથે ન્યુયર માનવવા વેકેશન પર ગયો હતો. હવે રણબીર કપૂર તેના પરિવાર સાથે ભારત પરત ફર્યો છે. આ દરમિયાન વેકેશન પરથી પરત આવેલા રણબીર કપૂર તેના પરિવાર સાથે એરપોર્ટ પર સ્પોટ થયો હતો. આ દરમિયાન રાહા કપૂર રણબીર ના હાથમાં જોવા મળી હતી. રાહાએ પિંક હૂડી પહેરી હતી, જ્યારે રણબીર કપૂરે કેઝ્યુઅલ લુક સાથે ટોપી પહેરી હતી. આ દરમિયાન રાહા અને રણબીર કપૂર સાથે આલિયા ભટ્ટ પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ની દીકરી રાહા એક વર્ષ ની થઇ ગઈ છે. તાજેતરમાં જ આલિયા ભટ્ટે તેનો જન્મદિવસ ઉજવ્યો હતો જેની તસવીરો આલિયા એ તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. 

આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor: શું રોહિત શેટ્ટી ની કોપ યુનિવર્સમાં થઇ રણબીર કપૂર ની એન્ટ્રી? પોલીસ યુનિફોર્મ માં સજ્જ અભિનેતા ની તસવીર થઇ વાયરલ, જાણો તે તસવીર પાછળ ની હકીકત

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More