News Continuous Bureau | Mumbai
Ranbir kapoor Raha kapoor: રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તેમની દીકરી રાહા કપૂર નો ચહેરો ક્રિસમસ ના અવસર પર ચાહકો ને બતાવ્યો હતો. ત્યારથી રાહા સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. લોકો ને રાહા ની ક્યુટનેસ ખુબ પસંદ આવી હતી. લોકો રાહા ની સરખામણી તેના દાદા રિશી કપૂર અને પરદાદા રાજ કપૂર સાથે કરી રહ્યા હતા. હવે ફરી એક વખત રાહા ની ક્યુટનેસ ની ઝલક જોવા મળી હતી. વાસ્તવમાં રણબીર અને આલિયા તેમના ન્યુયર વેકેશન થી પરત આવી રહ્યા હતા ત્યારે તેઓ એરપોર્ટ પર સ્પોટ થયા હતા. આ દરમિયાન રાહા રણબીર કપૂર ના હાથ માં જોવા મળી હતી.
રણબીર કપૂર ના હાથમાં જોવા મળી રાહા કપૂર
રણબીર કપૂર તેની પત્ની આલિયા ભટ્ટ અને દીકરી રાહા સાથે ન્યુયર માનવવા વેકેશન પર ગયો હતો. હવે રણબીર કપૂર તેના પરિવાર સાથે ભારત પરત ફર્યો છે. આ દરમિયાન વેકેશન પરથી પરત આવેલા રણબીર કપૂર તેના પરિવાર સાથે એરપોર્ટ પર સ્પોટ થયો હતો. આ દરમિયાન રાહા કપૂર રણબીર ના હાથમાં જોવા મળી હતી. રાહાએ પિંક હૂડી પહેરી હતી, જ્યારે રણબીર કપૂરે કેઝ્યુઅલ લુક સાથે ટોપી પહેરી હતી. આ દરમિયાન રાહા અને રણબીર કપૂર સાથે આલિયા ભટ્ટ પણ જોવા મળી હતી.
View this post on Instagram
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ની દીકરી રાહા એક વર્ષ ની થઇ ગઈ છે. તાજેતરમાં જ આલિયા ભટ્ટે તેનો જન્મદિવસ ઉજવ્યો હતો જેની તસવીરો આલિયા એ તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor: શું રોહિત શેટ્ટી ની કોપ યુનિવર્સમાં થઇ રણબીર કપૂર ની એન્ટ્રી? પોલીસ યુનિફોર્મ માં સજ્જ અભિનેતા ની તસવીર થઇ વાયરલ, જાણો તે તસવીર પાછળ ની હકીકત