Site icon

રણબીર કપૂરની આ એક્સ ગર્લફ્રેન્ડ ની થઇ બ્રહ્માસ્ત્રમાં એન્ટ્રી- નિભાવશે મહત્વની ભૂમિકા

 News Continuous Bureau | Mumbai

અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત 'બ્રહ્માસ્ત્ર' (Brahmastra)તેની રિલીઝ પહેલા જ ચર્ચામાં છે. આ ફિલ્મ દ્વારા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પહેલીવાર સ્ક્રીન પર રોમાન્સ(Ranbir-Alia) કરતા જોવા મળશે. આ સિવાય આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન,(Amitabh Bachchan) મૌની રોય અને નાગાર્જુન પણ છે, જેના કારણે ફિલ્મને લઈને ચાહકોમાં ભારે હોબાળો છે. તે જ સમયે, હવે આ ફિલ્મ વિશે એક મોટી માહિતી સામે આવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રણબીરની આ ફિલ્મમાં તેની એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણ(Ranbir ex girlfriend Deepika Padukone) પણ મહત્વની ભૂમિકા ભજવવાની છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાન બાદ દીપિકા પાદુકોણે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં એન્ટ્રી (Deepika Padukone in Brahmastra)કરી છે. આ ફિલ્મમાં દીપિકા એક કેમિયો કરશે. આ સાયન્સ ફિક્શન ડ્રામાને દીપિકાએ(science fiction drama) પણ મંજૂરી આપી છે. જોકે, હજુ સુધી દીપિકા પાદુકોણ કે ફિલ્મના મેકર્સ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટૂંક સમયમાં જ દીપિકાના રોલ વિશે મેકર્સ તરફથી સત્તાવાર રીતે કહેવામાં આવી શકે છે.દીપિકા પાદુકોણ પહેલા 'બ્રહ્માસ્ત્ર'માં શાહરૂખ ખાનના (Shahrukh Khan)રોલની માહિતી સામે આવી હતી. ફિલ્મના ટીઝરમાં શાહરૂખ ખાનની ઝલક આપવામાં આવી હતી, જે બાદ એવી અટકળો લગાવવામાં આવી હતી કે તે 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળી શકે છે. હવે આ ફિલ્મમાં તેનો રોલ કન્ફર્મ થઈ ગયો છે. અહેવાલ છે કે શાહરૂખ ખાન 'બ્રહ્માસ્ત્ર'માં એક વૈજ્ઞાનિકની (scientist)ભૂમિકામાં જોવા મળશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મમાં શાહરૂખ ખાનનું પાત્ર 10 મિનિટનું હશે. ફિલ્મની શરૂઆત ખુદ શાહરૂખ ખાનની સિક્વન્સથી થવા જઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : જેનિફર વિંગેટે તેના કો સ્ટાર તનુજ વિરવાની સાથેના સંબંધો પર પહેલીવાર તોડ્યું મૌન-બન્નેના ડેટિંગ ના સમાચાર ને લઇ ને કહી આ વાત

તમને જણાવી દઈએ કે, દીપિકા પાદુકોણે અયાન મુખર્જીની ‘યે જવાની હૈ દીવાની’ (Ye jawani he deewani) માં રણબીર કપૂરની સાથે મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ સિવાય બંને પહેલીવાર સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘બચના એ હસીનો’ માં જોવા મળ્યા હતા.

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version