Animal: રણબીર કપૂર ની ફિલ્મ એનીમલ એ આ મામલે તોડ્યો જવાન અને બ્રહ્માસ્ત્રનો રેકોર્ડ, યુએસએમાં ફિલ્મને મળી આટલી સ્ક્રીન્સ

Animal: બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર ની ફિલ્મ અનિલમલ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. હવે ફિલ્મ ને લઇ ને એક અપડેટ સામે આવ્યું છે.એનિમલ' આંતરરાષ્ટ્રીય સ્તરે, ખાસ કરીને યુએસએમાં ર અત્યાર સુધીની સૌથી મોટી રિલીઝ હશે.

by Zalak Parikh
ranbir kapoor film animal set for biggest usa release yet

News Continuous Bureau | Mumbai 

Animal: રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના તેમની આગામી ફિલ્મ ‘એનિમલ’ ને લઇ ને ચર્ચામાં છે. આ ફિલ્મ દ્વારા રણબીર અને રશ્મિકા ની જોડી પહેલીવાર પડદા પર જોવા મળશે. રણબીર કપૂર અભિનીત આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. હવે આ ફિલ્મ ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ ફિલ્મ  આંતરરાષ્ટ્રીય સ્તરે, ખાસ કરીને યુએસએમાં અત્યાર સુધીની સૌથી મોટી રિલીઝ હશે.

   

એનિમલ ને અમેરિકા માં મળી 888 સ્ક્રીન 

રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ એ બ્રહ્માસ્ત્ર અને જવાન નો પર રેકોર્ડ તોડ્યો છે. આ ફિલ્મને ઉત્તર અમેરિકામાં 888 થી વધુ સ્ક્રીન્સ મળી છે. રિપોર્ટ મુજબ આ સંખ્યા ‘જવાન’ અને ‘બ્રહ્માસ્ત્ર’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો કરતાં મોટી છે.રણબીર કપૂર ની ફિલ્મ બ્રહ્માસ્ત્ર ની વાત કરીએ તો આ ફિલ્મ ને અમેરિકામાં 810 સ્ક્રીન મળી હતી, જ્યારેકેકે શાહરુખ ખાન ની ફિલ્મ જવાન ને અમેરિકા માં 850 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી હતી. હવે સંદીપ રેડ્ડી વાંગા ની ‘એનિમલ’ પણ આટલી મોટી રિલીઝ મેળવનારી પ્રથમ હિન્દી ફિલ્મ બની છે.

આ સમાચાર પણ વાંચોઃ Alia bhatt: આલિયા ભટ્ટે તેની દીકરી રાહા ના જન્મદિવસ ની ઉજવણી ની શેર કરી તસવીરો, ફોટો શેર કરી કહી આવી વાત

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘એનિમલ’નું ટ્રેલર દિવાળી બાદ 18 નવેમ્બરે રિલીઝ થવાની ધારણા છે.

Join Our WhatsApp Community

You may also like