News Continuous Bureau | Mumbai
Ranbir kapoor: રણબીર કપૂર તેની ફિલ્મ એનિમલ ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. તાજેતરમાં જ રણબીર કપૂર એક એવોર્ડ ફંક્શન માં પહોંચ્યો હતો. આ દરમિયાન રણબીરે તેના જીવનના ત્રણ મજબૂત સ્તંભો વિશે વાત કરી હતી. આ સાથે અભિનેતાએ એ વિશે પણ ખુલીને વાત કરી કે તે કોને જીવનમાં પોતાનો રોલ મોડલ માને છે અને તેમની પાસેથી તેમને શું સૂચનો મળ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Dunki: ડંકી નું રાતોરાત બદલાઈ ગયું ડિજિટલ પ્લેટફોર્મ, જિયો સિનેમા નહીં પરંતુ આ ઓટિટિ પર રિલીઝ થઇ શાહરુખ ખાન ની ફિલ્મ
રણબીર કપૂર ને મુકેશ અંબાણી એ આપી હતી સલાહ
એવોર્ડ શો દરમિયાન રણબીર કપૂરે દેશના સૌથી સફળ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને પોતાની પ્રેરણા અને રોલ મોડલ ગણાવ્યા હતા. રણબીર કપૂરે તેને મુકેશ અંબાણી તરફ થી મળેલી સલાહ વિશે પણ ખુલાસો કર્યો હતો. રણબીરે જણાવ્યું કે મુકેશ અંબાણી એ તેને કહ્યું હતું કે, ‘તમારી સફળતા કે નિષ્ફળતાને ક્યારેય તમારા પર હાવી ન થવા દો.’ આ સિવાય રણબીરે આગળ કહ્યું, ‘તેના જીવનનો પહેલો આધાર સારું કામ કરવું છે, સાથે જ એક સારો વ્યક્તિ, સારો પુત્ર, સારો ભાઈ અને સારો મિત્ર બનવું છે’.