News Continuous Bureau | Mumbai
Ranbir kapoor: બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર તેની આગામી ફિલ્મ એનિમલ ને કારણે ચર્ચા માં છે. આ દરમિયાન રણબીર કપૂર નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. હંમેશા પાપારાઝી સાથે હસીને વાત કરનાર રણબીર કપૂર પાપારાઝી સામે ગુસ્સે થતો જોવા મળ્યો હતો. ચાલો જાણીયે રણબીર કપૂર નું પાપારાઝી સામે ગુસ્સે થવાનું કારણ
રણબીર કપૂર પાપારાઝી સામે થયો ગુસ્સે
રણબીર કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેતા પાપારાઝી પર ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે,રણબીર કપૂર તેની કાર તરફ જઈ રહ્યો છે આવામાં પાપારાઝી તેને પોઝ આપવાનું કહે છે. એક ફોટોગ્રાફરે કહ્યું, ‘આરકે ભાઈ ઉભા રહો ને.’ રણબીરે તેને ગુસ્સામાં જવાબ આપતા કહ્યું, ‘શું કરું ભાઈ? મારે શું કરવું જોઈએ?’ આ પછી તે પોતાની કાર તરફ ગયો અને જવાબ ન આપ્યો. આ ઉપરાંત પાપારાઝી રણબીરને દિવાળીની શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા હતા, પરંતુ અભિનેતાએ તેનો પણ જવાબ આપ્યો ન હતો.
View this post on Instagram
રણબીર કપૂર ના વિડીયો પર લોકો ની પ્રતિક્રિયા
રણબીર કપૂર નો આ વિડીયો સામે આવ્યા બાદ નેટિઝન્સ ને અભિનેતા નું વલણ પસંદ નથી આવી રહ્યું. રણબીર કપૂર તેના પાપારાઝી સાથે ને વર્તન ને કારણે ટ્રોલ થઇ રહ્યો છે. એક યુઝરે લખ્યું ‘એક મિનિટ પોઝ આપ્યો હોત તો શું જતું હતું, આટલો શું એટિટ્યૂડ.’,અન્ય એકે લખ્યું ‘આરકે ખૂબ જ ગંદું વર્તન કર્યું.’ કોમેન્ટ કરતી વખતે અન્ય એક વ્યક્તિએ રણબીરને ચીડિયો કહ્યો હતો.
આ સમાચાર પણ વાંચોઃ Animal: રણબીર કપૂર ની ફિલ્મ એનીમલ એ આ મામલે તોડ્યો જવાન અને બ્રહ્માસ્ત્રનો રેકોર્ડ, યુએસએમાં ફિલ્મને મળી આટલી સ્ક્રીન્સ