Site icon

Ranbir kapoor: રણબીર કપૂર પાપારાઝી ના આ વર્તન પર થયો ગુસ્સે, વાયરલ વીડિયો જોયા બાદ નેટીઝન્સે એક્ટરને લીધો આડેહાથ

Ranbir kapoor: રણબીર કપૂર તેની આગામી ફિલ્મ એનિમલ ને લઈને ચર્ચામાં છે.હવે રણબીર કપૂર નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે પાપારાઝી સામે ગુસ્સે થતો જોવા મળે છે

ranbir kapoor gets angry paparazzi did not respected them

ranbir kapoor gets angry paparazzi did not respected them

News Continuous Bureau | Mumbai 

Ranbir kapoor: બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર તેની આગામી ફિલ્મ એનિમલ ને કારણે ચર્ચા માં છે. આ દરમિયાન રણબીર કપૂર નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. હંમેશા પાપારાઝી સાથે હસીને વાત કરનાર રણબીર કપૂર પાપારાઝી સામે ગુસ્સે થતો જોવા મળ્યો હતો. ચાલો જાણીયે રણબીર કપૂર નું પાપારાઝી સામે ગુસ્સે થવાનું કારણ 

Join Our WhatsApp Community

 

રણબીર કપૂર પાપારાઝી સામે થયો ગુસ્સે 

રણબીર કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેતા પાપારાઝી પર ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે,રણબીર કપૂર તેની કાર તરફ જઈ રહ્યો છે  આવામાં પાપારાઝી તેને પોઝ આપવાનું કહે છે. એક ફોટોગ્રાફરે કહ્યું, ‘આરકે ભાઈ ઉભા રહો ને.’ રણબીરે તેને ગુસ્સામાં જવાબ આપતા કહ્યું, ‘શું કરું ભાઈ? મારે શું કરવું જોઈએ?’ આ પછી તે પોતાની કાર તરફ ગયો અને જવાબ ન આપ્યો. આ ઉપરાંત પાપારાઝી રણબીરને દિવાળીની શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા હતા, પરંતુ અભિનેતાએ તેનો પણ જવાબ આપ્યો ન હતો.

રણબીર કપૂર ના વિડીયો પર લોકો ની પ્રતિક્રિયા 

રણબીર કપૂર નો આ વિડીયો સામે આવ્યા બાદ નેટિઝન્સ ને અભિનેતા નું વલણ પસંદ નથી આવી રહ્યું. રણબીર કપૂર તેના પાપારાઝી સાથે ને વર્તન ને કારણે ટ્રોલ થઇ રહ્યો છે. એક યુઝરે લખ્યું ‘એક મિનિટ પોઝ આપ્યો હોત તો શું જતું હતું, આટલો શું એટિટ્યૂડ.’,અન્ય એકે લખ્યું ‘આરકે ખૂબ જ ગંદું વર્તન કર્યું.’ કોમેન્ટ કરતી વખતે અન્ય એક વ્યક્તિએ રણબીરને ચીડિયો કહ્યો હતો.

આ સમાચાર પણ વાંચોઃ Animal: રણબીર કપૂર ની ફિલ્મ એનીમલ એ આ મામલે તોડ્યો જવાન અને બ્રહ્માસ્ત્રનો રેકોર્ડ, યુએસએમાં ફિલ્મને મળી આટલી સ્ક્રીન્સ

Priyanka Chopra: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ઓસ્કારમાં મચાવશે ધૂમ! ભારત માટે ઐતિહાસિક ક્ષણ; જાણો ઓસ્કાર સેરેમનીમાં દેશી ગર્લને કયું મોટું કામ સોંપાયું?
Vijay Rashmika Wedding Cost: વિજય-રશ્મિકાના લગ્નનો રોયલ ઠાઠ! ૧૨ કરોડનો ખર્ચ અને કરોડોની ગોલ્ડ જ્વેલરી; સાઉથના સુપરસ્ટાર્સના મેગા વેડિંગની વિગતો લીક
Sankalp Trailer Out: સત્તા, રાજનીતિ અને નાના પાટેકરનો દબદબો! ‘સંકલ્પ’નું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ; શું આ વર્ષની સૌથી મોટી થ્રિલર સાબિત થશે?
Badshah in Trouble: ગીત ગાવાનું બાદશાહને પડ્યું ભારે! ‘ટટિહરી’ના બોલ પર મચ્યો હોબાળો; મહિલા આયોગે ફટકારી નોટિસ; જાણો શું છે આખો વિવાદ
Exit mobile version