Ranbir kapoor: ઇન્ડિયન આઇડલ ના મંચ પર સસરા મહેશ ભટ્ટ ના મોઢા થી પોતાના વિશે આવી વાત સાંભળી ભાવુક થયો રણબીર કપૂર, જુઓ વિડીયો

ranbir kapoor got emotional when mahesh bhatt calls him best dad

News Continuous Bureau | Mumbai 

Ranbir kapoor: રણબીર કપૂર તેની ફિલ્મ એનિમલ નું જોરશોર થી પ્રમોશન કરી રહ્યો છે. જ્યારથી એનિમલ નું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી ફિલ્મ ને લઇ ને દરેકમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ નું એડવાન્સ બુકીંગ શરૂ થઇ ગયું છે. અને અત્યારસુધીમાં ફિલ્મ ની એક લાખ થી વધુ ટિકિટો વેચાઈ ચુકી છે.હાલમાં જ રણબીર કપૂર તેની કો-સ્ટાર રશ્મિકા મંદન્ના સાથે ફિલ્મ એનિમલ નું પ્રમોશન કરવા ઇન્ડિયન આઇડલ 14 ના મંચ પર પહોંચ્યો હતો. આ દરમિયાન રણબીર ના સસરા એટલેકે મહેશ ભટ્ટે અભિનેતા વિશે એવી વાત કરી કે જેની ચર્ચા થઇ રહી છે. 

 

મહેશ ભટ્ટે કર્યા રણબીર કપૂર ના વખાણ 

ઇન્ડિયન આઇડલ 14 દરમિયાન રણબીર કપૂર ને તેના સસરા મહેશ ભટ્ટ ની એક વિડીયો કલીપ બતાવવામાં આવી હતી જેમાં મહેશ ભટ્ટ તેના જમાઈ રણબીર કપૂર ના વખાણ કરતા કહે છે કે, ‘આલિયા! જેને હું ચમત્કાર માનું છું તેણી કહે છે કે રણબીર આપણા દેશના શ્રેષ્ઠ અભિનેતાઓમાંનો એક છે. પરંતુ હું રણબીરને દુનિયાનો શ્રેષ્ઠ પિતા માનું છું.જયારે રણબીર રાહા ને જુએ છે ત્યારે કાશ તમે પણ તેની આંખો ના હાવભાવ જોઈ શકો, તેની માતા નીતુ કહે છે કે, ભાઈ, માતા તેમના બાળકોને જે રીતે પ્રેમ કરે છે તે રીતે રણબીર રાહાને પ્રેમ કરે છે. મને ગર્વ છે કે મારી પાસે રણબીર જેવો જમાઈ છે.’ સસરાના આ વખાણ સાંભળીને રણબીર ભાવુક થઈ જાય છે, પછી તે  પોતાના આંસુ પર કાબૂ રાખી ને બોલે છે, ‘તેમણે ક્યારેય મારી સામે આવું કહ્યું નથી. તો આ માટે હું ઈન્ડિયન આઇડલ  નો આભાર માનું છું. હું મારા સસરા ની પરીક્ષા માં પાસ થઇ ગયો.’


તમને જણાવી દઈએ કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ને એક દીકરી છે જેનું નામ રાહા કપૂર છે. અને રણબીર કપૂર તેની દીકરી રાહા ને ખુબ પ્રેમ કરે છે.

આ સમાચાર પણ વાંચોઃ Indian idol 14: ઇન્ડિયન આઇડલ ના મંચ પર રણબીર કપૂરે કર્યું એવું કામ કે લોકો થયા પ્રભાવિત, જુઓ શો નો નવો પ્રોમો