News Continuous Bureau | Mumbai
Ranbir kapoor: રણબીર કપૂર હાલ એનિમલ ની સફળતા નો આંનદ માણી રહ્યો છે. આ ફિલ્મ માં તેને એક વાયોલન્ટ પુત્ર ની ભૂમિકા ભજવી હતી. હવે આ દરમિયાન રણબીર કપૂર ની એક તસવીર વાયરલ થઇ રહી છે. જેમાં રણબીર કપૂર પોલીસ ના યુનિફોર્મ માં જોવા મળી રહ્યો છે. અધૂરામાં પૂરું પાછું રણબીર કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના જાણીતા નિર્દેશક રોહિત શેટ્ટી સાથે જોવા મળી રહ્યો છે. જેને જોઈ ને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે રણબીર કપૂર રોહિત શેટ્ટી ની આગામી ફિલ્મ માં જોવા મળશે. જોકે તે તસવીર પાછળ ની હકીકત કઈ બીજી જ છે.
રણબીર કપૂર અને રોહિત શટ્ટી ની તસવીર થઇ વાયરલ
સોશિયલ મીડિયા પર રણબીર કપૂર અને રોહિત શેટ્ટી ની એક તસવીર વાયરલ થઇ રહી છે. આ તસવીર જોઈને લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે રણબીર કપૂર ની એન્ટ્રી રોહિત શેટ્ટી ના કોપ યુનિવર્સ માં થઇ છે. તો ચાલો જાણીયે તસવીર પાછળ ની હકીકત. વાસ્તવ માં આ તસવીર એક એડ શૂટ દરમિયાન લેવામાં આવી છે.આ એડ એક હેલ્થ ઇન્સ્યોરન્સ ની છે જેમાં રોહિત શેટ્ટી અને રણબીર કપૂરે હાથ મિલાવ્યા છે. આ એડ રોહિત શેટ્ટી એ તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે.
રણબીર કપૂર ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો અભિનેતા હવે ફિલ્મ રામાયણ માં જોવા મળશે. બીજી તરફ રોહિત શેટ્ટી ની વેબ સિરીઝ પોલીસ ફોર્સ 19 જાન્યુઆરી એ પ્રાઈમ વિડીયો પર રિલીઝ થશે.
આ સમાચાર પણ વાંચો : Ira Khan wedding: લગ્નના બંધનમાં બંધાઈ આમિર ખાન ની દીકરી, દુલ્હન ના આઉટફિટમાં સુંદર લાગતી હતી ઇરા ખાન, જુઓ વિડીયો
