Site icon

ઋષિ કપૂરના નિધન બાદ રણબીર કપૂરે પિતાને લઈને લીધો આ મોટો નિર્ણય! જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ દિવસોમાં તેમના લગ્નના સમાચારોને કારણે સતત ચર્ચામાં છે. એક સમયે આલિયાએ રણબીરને તેના ક્રશની વાત કહી હતી. ત્યારે કોને ખબર હતી કે નસીબ બંનેને નજીક લાવશે. હવે આ કપલ મુંબઈમાં પોતાનું નવું ઘર બનાવી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર લગ્ન પછી બંને આ ઘરમાં શિફ્ટ થઈ જશે. હવે આ ઘરને લગતી એક નવી માહિતી સામે આવી રહી છે જેનું પીઢ અભિનેતા અને રણબીર કપૂરના દિવંગત પિતા ઋષિ કપૂર સાથે ખાસ કનેક્શન છે.

એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, રણબીર કપૂરના ખાસ અને નજીકના મિત્રએ ન્યૂઝ પોર્ટલ  સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો છે કે પિતા ઋષિ કપૂરની યાદો તેમના ઘરમાં રાખવામાં આવશે. રણબીર તેના નવા ઘરમાં તેના પિતા સાથે જોડાયેલી તમામ વસ્તુઓને ખૂબ જ પ્રેમ અને સન્માન સાથે સાચવવા માંગે છે. ફક્ત રણબીર જ નહીં પરંતુ આલિયા પણ આ ઘરમાં ઋષિની યાદોને સાચવવા માંગે છે જેથી તેને હંમેશા લાગે કે તે તેમની સાથે છે. રિપોર્ટ અનુસાર રણબીર-આલિયાના નવા ઘરમાં ઋષિ કપૂરની મનપસંદ ખુરશીથી લઈને તેમના મનપસંદ પુસ્તકોના બુકશેલ્ફ સુધી નાની વસ્તુઓ રાખવા માટે એક ખાસ રૂમ હશે. આ રૂમ બનાવવામાં રણબીર પોતે દરેક નાની-મોટી બાબતો પર ખાસ ધ્યાન  આપી રહ્યો છે. આ જ કારણ છે કે આ નવા ઘરને બનાવવામાં ઘણો સમય લાગી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે તેઓ મુંબઈના પાલી હિલ્સમાં પોતાનું સુંદર ઘર બનાવી રહ્યા છે. તેના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. હાલમાં જ રણબીર, આલિયા અને નીતુ કપૂર કન્સ્ટ્રક્શન સાઈટ પર જોવા મળ્યા હતા. નીતુ આલિયાને ગળે લગાવતી જોવા મળી હતી. અગાઉ એવા અહેવાલ હતા કે આલિયા અને રણબીર ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાશે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ તેને ડિસેમ્બરથી જાન્યુઆરી 2022 સુધી લંબાવી દીધું છે. જો કે, તેમના તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

રણબીર કપૂર-આલિયા ભટ્ટ પહેલાં સાત ફેરા લેશે આ લવ બર્ડ્સ; જાણો કઈ જગ્યાએ યોજાશે લગ્નના ફંક્શન

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આલિયા અને રણબીર પહેલીવાર અયાન મુખર્જીની 'બ્રહ્માસ્ત્ર'માં સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ડિમ્પલ કાપડિયા, નાગાર્જુન અક્કીનેની અને મૌની રોય પણ મુખ્ય ભૂમિકામાં છે. તદુપરાંત આલિયા એસએસ રાજામૌલીની 'RRR', સંજય લીલા ભણસાલીની 'ગંગુબાઈ કાઠિયાવાડી' અને કરણ જોહરની 'તખ્ત' અને 'રોકી અને રાની કી લવ સ્ટોરી'માં જોવા મળશે.

 

Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ
Exit mobile version