Site icon

Ranbir kapoor: લગ્નમાં પરફોર્મ કરવું રણબીર કપૂર ને પડ્યું ભારે, આ કેસ ના સંદર્ભ માં ED એ અભિનેતા ને મોકલ્યું સમન્સ, 6 ઓક્ટોબરે થશે પૂછતાછ, જાણો સમગ્ર મામલો

Ranbir kapoor: બોલિવૂડ એક્ટર રણબીર કપૂર માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે. EDએ અભિનેતાને સમન્સ મોકલ્યું છે. 'મહાદેવ ગેમિંગ-સટ્ટાબાજી કેસ'માં રણબીર કપૂરનું નામ સામે આવી રહ્યું છે. આ માટે રણબીર કપૂર ને 6 ઓક્ટોબરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે.

Ranbir kapoor to be summoned by ED in mahadev online gaming betting case

Ranbir kapoor to be summoned by ED in mahadev online gaming betting case

News Continuous Bureau | Mumbai

Ranbir kapoor:  અભિનેતા રણબીર કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘એનિમલ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થવાની છે પરંતુ ફિલ્મની રિલીઝ પહેલા જ રણબીર કપૂરને ED તરફથી સમન્સ મળ્યું છે. EDએ અભિનેતાને 6 ઓક્ટોબરે પૂછપરછ માટે બોલાવ્યો છે. 

Join Our WhatsApp Community

 

રણબીર કપૂર આવ્યો ED ની રડાર પર 

‘મહાદેવ બુક’ ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં રણબીર કપૂરની મુશ્કેલીઓ વધી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અભિનેતાને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. કોલકાતા, ભોપાલ, મુંબઈ સહિત 39 શહેરોમાં ઓનલાઈન એપ મહાદેવ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ નેટવર્ક વિરુદ્ધ ઈડીએ આ કાર્યવાહી કરી હતી. EDની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે સટ્ટાબાજીના નાણાંનો ઉપયોગ શેરબજારમાં કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ કેસ સાથે 14 ફિલ્મ સ્ટાર્સના નામ પણ જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આ ફિલ્મ સ્ટાર્સે સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલના લગ્નની પાર્ટીમાં પરફોર્મ કર્યું હતું. અભિનેતા પર આરોપ છે કે તેણે પ્રમોટરના લગ્નમાં પરફોર્મ કરવા માટે એપના પ્રમોટર પાસેથી પૈસા લીધા હતા.

રણબીર કપૂર સિવાય બીજા સેલેબ્સ ના પણ નામ આવ્યા સામે 

મીડિયા રિપોર્ટ મુજબ આ મામલામાં માત્ર રણબીર કપૂરનું જ નામ નથી આવી રહ્યું પરંતુ લિસ્ટમાં 15-20 વધુ સેલેબ્સ પણ છે જે ED ની રડાર પર છે. આ લિસ્ટમાં આતિફ અસલમ, રાહત ફતેહ અલી ખાન, અલી અસગર, વિશાલ દદલાની, ટાઈગર શ્રોફ, નેહા કક્કર, ભારતી સિંહ, એલી અવરામ, સની લિયોન, ભાગ્યશ્રી, પુલકિત સમ્રાટ, કીર્તિ ખરબંદા, નુસરત ભરૂચા અને કૃષ્ણા અભિષેકના નામ સામેલ છે.આ બધાની વચ્ચે રણબીર કપૂર માટે ED ના સમન્સે બી-ટાઉનમાં હલચલ મચાવી દીધી છે. ગેરકાયદે સટ્ટાબાજીના આ મામલામાં EDએ હવે મોટું પગલું ભર્યું છે અને સેલેબ્સને સમન્સ મોકલવાનું શરૂ કર્યું છે. જ્યાં સૌથી પહેલું નામ રણબીર કપૂરનું આવે છે. આ પૂછપરછમાં, ED અભિનેતાને લગ્નમાં હાજરી, પરફોર્મન્સ, પેમેન્ટ વગેરેથી લઈને અન્ય પ્રશ્નો પૂછી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Ramayan: નીતીશ તિવારી ની ‘રામાયણ’ માં માતા સીતા ના રોલ માં સાઉથ ની આ અભિનેત્રી ની થઇ એન્ટ્રી, જાણો ક્યારથી શરૂ થશે શૂટિંગ

Gauri Khan Restaurant Tori : શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાનના રેસ્ટોરાં ‘ટોરી’માં ભોજન માટે તમારે ખાલી કરવા પડશે તમારા ખિસ્સા, જાણો તેનું મેન્યુ અને ભાવ
TRP Report Week 42: TRP કિંગ કોણ? વીક 42ના રિપોર્ટમાં ‘અનુપમા’ અને ‘તુલસી’ની સત્તા યથાવત્, ‘બિગ બોસ 19’ની ધમાકેદાર એન્ટ્રી
Shahrukh khan: જન્મદિવસે મન્નત પર ફેન્સને મળશે શાહરુખ ખાન? #AskSRKમાં આપ્યો મજેદાર જવાબ
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી…’માં મેગા લીપ! શોમાં આવશે જબરદસ્ત વળાંક, હવે તુલસી નહીં,આ પાત્ર પર રહેશે ફોકસ
Exit mobile version