સન્ડે વિથ સ્ટાર પરિવાર ના હોસ્ટ અર્જુન બિજલાની નું રણબીર કપૂર સાથે છે મજબૂત કનેક્શન-અભિનેતા એ બન્ને ના સંબંધ વિશે કર્યો ખુલાસો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર આ દિવસોમાં સતત ચર્ચામાં રહે છે. એક તરફ રણબીર(Ranbir Kapoor) ટૂંક સમયમાં પિતા બનવા જઈ રહ્યો છે. તે જ સમયે, રણબીર કપૂરની ફિલ્મ શમશેરા(Shamshera) સતત ચર્ચામાં છે. રણબીર ફિલ્મ શમશેરાના પ્રમોશનમાં(promotion) વ્યસ્ત છે. દરમિયાન, અભિનેતાએ એક શો દરમિયાન ટીવી અભિનેતા અર્જુન બિજલાની (Arjun Bijlani)સાથેના તેના સંબંધો વિશે ખુલાસો કર્યો છે.

વાસ્તવમાં, રણબીર કપૂર પોતાની ફિલ્મ શમશેરના પ્રમોશન માટે ટીવી શો 'સન્ડે વિથ સ્ટાર પરિવાર'(sunday with star parivaar)માં તેની કો સ્ટાર વાણી કપૂર(Vani kapoor) સાથે પહોંચ્યો હતો. શોમાં રણબીર અને શો ના હોસ્ટ અર્જુન બિજલાની એ ખૂબ મસ્તી કરી હતી. દરમિયાન, રણબીર કપૂરે ખુલાસો કર્યો હતો કે ટીવી એક્ટર અર્જુન બિજલાની તેનો સહપાઠી(classmate)એટલે કે ક્લાસમેટ રહી ચુક્યો છે.શો ના હોસ્ટ અર્જુન બિજલાનીના વખાણ કરતા રણબીર કપૂરે કહ્યું કે લોકો આ વાત નથી જાણતા પરંતુ અમે એકબીજાને બાળપણથી(childhood) ઓળખીએ છીએ. અમે એક જ શાળામાં(same school) એક જ વર્ગમાં હતા. એટલું જ નહીં, અમે ફૂટબોલના (football house)એક જ હાઉસ રેડ હાઉસ માં હતા. અભિનેતાએ વધુમાં કહ્યું કે જ્યારે અમે અમારી શાળાના કોઈ મિત્ર ને મળીએ છીએ ત્યારે ખૂબ જ સારું લાગે છે. એ જ જૂની ઉર્જા અને ખુશી અનુભવાય છે.

આ સમાચાર પણ વાંચો : શાહરૂખ ખાનના પાડોશી બનશે રણવીર સિંહ-દીપિકા પાદુકોણ- ખરીદ્યો કરોડોનો લક્ઝરી એપાર્ટમેન્ટ-કિંમત જાણીને ચોંકી જશો

તમને જણાવી દઈએ કે રણબીર કપૂરે મુંબઈની બોમ્બે સ્કોટિશ સ્કૂલમાંથી (Bombay scottish school)અભ્યાસ કર્યો છે. તે શરૂઆતથી ફૂટબોલ(football) રમતો હતો અને આજે પણ રમે છે. તેણે એચઆર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સ (HR college of arts and economics)માં પણ અભ્યાસ કર્યો અને પછી ફિલ્મોની યોગ્યતાઓ શીખવા ન્યૂયોર્ક (New York)ગયો.અર્જુન બિજલાનીની વાત કરીએ તો તેણે પણ મુંબઈની બોમ્બે સ્કોટિશ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. આટલું જ નહીં, બંનેની કોલેજ પણ એક જ હતી. અર્જુને એચઆર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાં પણ અભ્યાસ કર્યો છે. છે. તમને જણાવી દઈએ કે અર્જુન બિજલાનીના પિતા પ્રખ્યાત બિઝનેસમેન(businessman) રહી ચૂક્યા છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More