News Continuous Bureau | Mumbai
Ranbir kapoor: દર વર્ષે કપૂર પરિવાર તેમના ઘરે ક્રિસમસ લંચ પાર્ટી નું આયોજન કરે છે. આ વર્ષે પણ કપૂર પરિવાર ક્રિસમસ લંચ પાર્ટી માં એકસાથે આવ્યો હતો. આ દરમિયાન રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તેમની દીકરી રાહા નો ચહેરો બતાવ્યો હતો. આ લંચ પાર્ટી માં કુણાલ કપૂર રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કરિશ્મા કપૂર, રણધીર કપૂર, આદર જૈન, શ્વેતા બચ્ચન, નવ્યા નવેલી નંદા, અગસ્ત્ય નંદા વગેરે એ હાજરી આપી હતી.હવે કપૂર પરિવાર ની લંચ પાર્ટી નો અંદરનો એક વીડિયો સામે આવ્યો છે, જેને લઈને રણબીર કપૂર ટ્રોલ થઇ રહ્યો છે.
રણબીર કપૂર નો વિડીયો થયો વાયરલ
કપૂર પરિવાર નો ક્રિસમસ લંચ પાર્ટી નો અંદર નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, કપૂર પરિવાર ના સભ્યો ડાઇનિંગ ટેબલ પર બેઠા છે. એવામાં જહાન કપૂર કેક પર શરાબ રેડે છે અને પછી રણબીર લાઇટર વડે કેકને આગ લગાવે છે. આ દરમિયાન રણબીર ના મોઢામાંથી ‘જય માતા દી’ નીકળે છે, જે સાંભળીને અન્ય લોકો હસી પડે છે. ત્યારબાદ શશિ કપૂરનો પુત્ર કુણાલ કપૂર કેક કાપતો જોવા મળે છે.
રણબીર કપૂર જય માતાજી કહેવા પર ટ્રોલ થઇ રહ્યો છે. વિડીયો પર કમેન્ટ કરતા કહ્યું કે,’આ ફિલ્મ એનિમલની આફ્ટર ઇફેક્ટ છે.’ તો અન્ય એક યુઝરે લખ્યું, ‘દારૂ અને જય માતા દી… બકવાસ.’ આવી રીતે સોશિયલ મીડિયા પર રણબીર કપૂર ને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Animal: એનિમલ ના ઓટીટી વર્ઝન પર કામ કરી રહ્યો છે સંદીપ રેડ્ડી વાંગા, ફિલ્મમાં કરશે આ ફેરફાર
