Site icon

‘તુ જૂઠી મેં મક્કાર’ ટ્રેલરઃ કિસિંગ સીન થી ભરપૂર છે રણબીર-શ્રદ્ધા ની ફિલ્મ નું ટ્રેલર, દર્શકોને પસંદ આવી બન્ને ની કેમેસ્ટ્રી

લવ રંજનની મોસ્ટ અવેટેડ રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર’ ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મનું ટ્રેલર પઠાણ સાથે રિલીઝ કરવામાં આવશે, પરંતુ પછી મેકર્સે પ્લાન બદલ્યો અને તેને પઠાણ પહેલા રિલીઝ કરવાનો નિર્ણય કર્યો.

tu jhoothi main makkar trailer release

'તુ જૂઠી મેં મક્કાર' ટ્રેલરઃ કિસિંગ સીન થી ભરપૂર છે રણબીર-શ્રદ્ધા ની ફિલ્મ નું ટ્રેલર, દર્શકોને પસંદ આવી બન્ને ની કેમેસ્ટ્રી

News Continuous Bureau | Mumbai

ડિરેક્ટર લવ રંજન ખુરાનાની બહુચર્ચિત ફિલ્મ તુ જૂઠી મેં મક્કાર’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ દ્વારા શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂર પહેલીવાર રોમાન્સ કરતા જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં ખૂબ જ બોલ્ડ સીન્સ પણ જોવા મળશે. હાલમાં તેનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે, જેને ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે. જેવું નામ છે, એવું જ ફિલ્મનું ટ્રેલર પણ છે. આમાં રણબીર ખોટા પ્રેમીના રોલમાં જોવા મળી રહ્યો છે અને શ્રદ્ધા એક કપટી પ્રેમિકાના રોલમાં જોવા મળી રહી છે.

Join Our WhatsApp Community

આવી છે ફિલ્મ ‘તું જૂઠી મેં મક્કાર’ ની વાર્તા. 

ફિલ્મની વાર્તા એક એવા કપલ ની છે જે પ્રેમ કરવા માંગે છે પરંતુ સાથે રહેવા માંગતા નથી. ટ્રેલરની શરૂઆતમાં જ રણબીર કહે છે કે, આજકાલ સંબંધમાં પ્રવેશવું સહેલું છે પણ તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. સંબંધ બાંધવો સહેલો છે, તેને તોડવો અઘરો છે, માટે જૂઠું બોલીને પકડાશો નહીં, પણ જૂઠું બોલીને તેમાં સત્ય ભેળવી દો. શ્રદ્ધા પણ કંઈક આવું જ વિચારે છે. 

દર્શકોને પસંદ આવ્યું ફિલ્મ ‘તું જૂઠી મેં મક્કાર’ નું ટ્રેલર 

તમને જણાવી દઈએ કે દર્શકો પણ આ ટ્રેલરને પસંદ કરી રહ્યા છે અને ચાહકો પણ આ રોમેન્ટિક કોમેડી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટ્રેલરે મોટાભાગના પ્રેક્ષકો નું ધ્યાન સ્ટેન્ડ-અપ કિંગ અનુભવ સિંહ બસ્સી પર ખેંચ્યું હતું, જેઓ આ ફિલ્મ સાથે ડેબ્યૂ કરી રહ્યા છે.

The Magical Voice of Lata Mangeshkar: જ્યારે લતાજીનો અવાજ બન્યો ‘જીવન રક્ષક’! જાણો એ કયું ગીત છે જે સાંભળીને સેંકડો લોકોએ મોતનો વિચાર માંડી વાળ્યો
Dhurandhar 2 Box Office Explosion: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી! માત્ર ૭૨ કલાકમાં ૫૦૦ કરોડ પાર, રણવીર સિંહે તોડ્યો ‘જવાન’ અને ‘પઠાણ’ નો રેકોર્ડ
Screen Awards 2026 Nominations: સ્ક્રીન એવોર્ડ્સ ૨૦૨૬માં ‘ધુરંધર’નો દબદબો! એકસાથે ૨૪ નોમિનેશન મેળવી રચ્યો ઇતિહાસ; જાણો કઈ ફિલ્મો આપશે ટક્કર.
Shakira India Tour Cancelled: શકીરાના ચાહકોને મોટો ઝટકો! ભારત પ્રવાસ રદ; ઈરાન-ઈઝરાયેલ યુદ્ધે ફેરવ્યું પાણી, જાણો હવે ટિકિટના પૈસાનું શું થશે?
Exit mobile version