Site icon

વીર સાવરકર માટે રણદીપ હુડ્ડાએ આ ડાયટ ફોલો કરી ને 4 મહિનામાં ઘટાડ્યું 26 કિલો વજન!

વીર સાવરકરની બાયોપિકમાં રણદીપ હુડ્ડાનું અદભૂત ટ્રાન્સફોર્મેશન જોવા મળી રહ્યું છે. આ ફિલ્મ માટે રણદીપ હુડ્ડાએ 26 કિલો વજન ઘટાડ્યું છે. તેણે 4 મહિના સુધી દરરોજ માત્ર 1 ખજૂર અને 1 ગ્લાસ દૂધ પીને વજન ઘટાડ્યું.

randeep hooda lost 26 kg shaved head to play veer savarkar biopic role

વીર સાવરકર માટે રણદીપ હુડ્ડાએ આ ડાયટ ફોલો કરી ને 4 મહિનામાં ઘટાડ્યું 26 કિલો વજન!

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા એક જુસ્સાદાર અભિનેતા છે. સરબજીત પછી રણદીપ ફરી એકવાર પોતાના સમર્પણથી દર્શકોને પ્રભાવિત કરી રહ્યો છે. અભિનેતાની આગામી ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં રણદીપ સાવરકર જેવો દેખાઈ રહ્યો છે. આ પાત્ર માટે રણદીપની મહેનત સ્પષ્ટ દેખાઈ રહી છે. અહેવાલો અનુસાર, રણદીપે સાવરકરની ભૂમિકા ભજવવા માટે લગભગ 26 કિલો વજન ઘટાડ્યું હતું.

Join Our WhatsApp Community

 

આ ડાયટ ફોલો કરી ને રણદીપ હુડ્ડા એ ઘટાડ્યું હતું વજન 

વીર સાવરકરની ફિલ્મમાં રણદીપ મુખ્ય ભૂમિકામાં છે. આ સાથે તે આ ફિલ્મ નો ડાયરેક્ટર પણ છે. રણદીપ હુડ્ડા આ ફિલ્મથી દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરી રહ્યો છે. ટીઝરની રજૂઆત વચ્ચે, ફિલ્મ નિર્માતા આનંદ પંડિતે મીડિયા સાથે રણદીપ હુડા વિશે વાત કરી. તેણે જણાવ્યું કે કેવી રીતે રણદીપે સાવરકરના પાત્રમાં આવવા માટે 4 મહિના સુધી કંઈ ખાધું નથી.આનંદ પંડિતે જણાવ્યું કે, ‘આ રોલ માટે રણદીપે 18 નહીં પણ 26 કિલો વજન ઘટાડ્યું હતું. જ્યારે તે સંદીપ સિંહ સાથે મારી ઓફિસમાં આવ્યો ત્યારે તેનું વજન 86 કિલો હતું. તે આ પાત્રમાં એટલો તલ્લીન હતો અને આજ સુધી છે કે તેણે કહ્યું કે તે તેને પડદા પર લાવવામાં કોઈ કસર છોડશે નહીં. રણદીપે તેના રોલ માટે ઘણી મહેનત કરી છે, તેણે આખા 4 મહિના સુધી દિવસમાં માત્ર 1 ખજૂર અને 1 ગ્લાસ દૂધ પીને વજન ઘટાડ્યું છે.’

આ સમાચાર પણ વાંચો: ટીવીની આ પ્રખ્યાત વિલન હતી ‘અનુપમા’ ફેમ નિતેશ પાંડેની પહેલી પત્ની, મૃત્યુ પર પણ નિભાવી નફરત ની ભૂમિકા!

સાવરકર જેવું દેખાવવા રણદીપે કરાવ્યું મુંડન 

આનંદે વધુમાં કહ્યું કે, આ રણદીપની મહેનત અને સમર્પણ છે કે તેણે જે ભાગ માં વીર સાવરકરના વાળ નહોતા એ જ ભાગમાંથી વાળ કપાવ્યા હતા. તેણે પોતાને પડદા પર સાવરકર જેવો દેખાડવા માટે ઘણી મહેનત કરી છે. ગઈકાલે ફિલ્મ વીર સાવરકરનું પહેલું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. આમાં રણદીપ હુડ્ડા સાવરકરના રોલમાં ખૂબ જ પ્રભાવશાળી દેખાતો હતો. જેલના દ્રશ્યોથી લઈને શક્તિશાળી ડાયલોગ ડિલિવરી સુધીની તેની શૈલી પ્રશંસનીય હતી. ફિલ્મ નિર્માતા અનુસાર, આ ‘સ્વતંત્ર વીર સાવરકર’ 2000 સ્ક્રીન્સ પર રિલીઝ થશે. આ ફિલ્મ આ વર્ષે સપ્ટેમ્બરમાં સિનેમાઘરોમાં આવી શકે છે.

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version