News Continuous Bureau | Mumbai
Randeep hooda: ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ની બાયોપિક 22 માર્ચ 2024ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ને દર્શકો અને વિવેચકો તરફ થી સારો પ્રતિસાદ મળ્યો હતો.આ ફિલ્મ માં રણદીપ હુડ્ડાએ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ ની ભૂમિકા ભજવી છે. તેમજ આ ફિલ્મ થી રણદીપે પોતાની દિગ્દર્શક કારકિર્દી પણ શરૂ કરી હતી.હાલમાં જ રણદીપ હુડ્ડાએ ફિલ્મને લઈને કેટલાક ખુલાસા કર્યા છે.
આ સમાચાર પણ વાંચો : No entry 2: નો એન્ટ્રી 2 માં થઇ આ અભિનેત્રીઓ ની એન્ટ્રી!વરુણ, અર્જુન અને દિલજિત સાથે રોમાન્સ કરતી મળશે જોવા
રણદીપ હુડ્ડા એ કર્યા ખુલાસા
રણદીપ હુડ્ડા એ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો આ દરમિયાન તેને ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ ના શૂટિંગ નો એક કિસ્સો શેર કરતા જણાવ્યું હતું કે, “અમે આંદામાનમાં કાલા પાણી નું શૂટિંગ કર્યું હતું અને તે મગરથી ભરેલું હતું. મારી આસપાસ ચાર પાંચ તરવૈયા ઓ હતા અને તેમને કહેવામાં આવ્યું કે હું તરી નથી શકતો, પણ હું તરીને પાછો આવી રહ્યો હતો આ જોઈ તરવૈયાઓએ કહ્યું ‘અરે, તને તરતા આવડે છે, તો અમને કેમ બોલાવ્યા?’ મેં તેને કહ્યું, ‘ભાઈ, તમે અહીં મગરમચ્છ માટે આવ્યા છો.’ રણદીપે એ પણ કબૂલ્યું હતું કે તેની પાસે જે કંઈ હતું તેને અનુકૂલન અને સુધારવું પડશે..”