News Continuous Bureau | Mumbai
Ranveer allahbadia controversy: રણવીર અલ્હાબાદિયા એ ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ માં માતા પિતા પર અભદ્ર ટિપ્પણી કરી હતી. જે બાદ થી સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. તેમજ તેની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. હવે સોશિયલ મીડિયા પર એક જૂનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કોમેડિયન કાનન ગિલ બોલિવૂડ અભિનેતા જેકી ભગનાની ને સેમ સવાલ પૂછતો જોવા મળી રહ્યો છે. અને તમને જણાવી દઈએ કે આ પ્રશ્ન અગાઉ ઓસ્ટ્રેલિયન કોમેડી શો ‘ટ્રુથ ઓર ડ્રિંક’ માં પણ પૂછવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: Ranveer allahbadia controversy: રણવીર અલ્હાબાદિયા ની મુશ્કેલી વધી, બી પ્રાક બાદ હવે આ અભિનેત્રી એ નકારી યુટ્યૂબર ના પોડકાસ્ટ ની ઓફર
કાનન ગિલ અને જેકી ભગનાની નો વિડીયો
સોશિયલ મીડિયા પર એક જૂનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે કોમેડિયન કાનન ગિલ પોતાના શોમાં જેકી ભગનાની અને લોરેન ને રણવીર અલ્હાબાદિયા એ જે સવાલ ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ માં પ્રશ્ન પૂછ્યો હતો. તેવો જ સેમ પ્રશ્ન પૂછી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Kanan Gill made the same joke in 2015 .
Ab kya .🤪 pic.twitter.com/LWxAOJ7CgF
— Thanos_Pandit ™ (@Thanos_pandith) February 11, 2025
આ પ્રશ્ન અગાઉ સેમી વોલ્શ દ્વારા હોસ્ટ કરાયેલા ઓસ્ટ્રેલિયન કોમેડી શો ‘ટ્રુથ ઓર ડ્રિંક’ માં પણ પૂછવામાં આવ્યો હતો. તેમને આ પ્રશ્ન કોમેડિયન એલેન ફેંગે પૂછ્યો હતો.
Ranveer Allahbadia was aware of what he was going to say- it was a well prepared skit copied from an English show! It was not an accident or a slip of tongue!
Don’t accept his apology because it was not a mistake! Watch! #Beerbiceps pic.twitter.com/b1rj2bHOn5— Mini (@perfectminz) February 10, 2025
આ વિવાદાસ્પદ ટિપ્પણી બાદ રણવીર અલ્હાબાદિયાએ સોશિયલ મીડિયા પર માફી પણ માંગી હતી. હવે આ વિડીયો સામે આવ્યા બાદ લોકો ના મન માં એક જ પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે કે આવી ટિપ્પણી જો પહેલા પણ કરવામાં આવી ચુકી છે તો તે સમયે તેના પર કાર્યવાહી કેમ કરવામાં નહોતી આવી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)