Site icon

કાર્તિક આર્યન અને શ્રદ્ધા કપૂર ની થઇ ‘તેજાબ’ ની રીમેક માંથી એક્ઝીટ! હવે આ સુપરસ્ટાર્સ ભજવી શકે છે અનિલ કપૂર અને માધુરી દીક્ષિત ની ભૂમિકા

અભિનેતા રણવીર સિંહ માધુરી દીક્ષિત અને અનિલ કપૂરની સુપરહિટ ફિલ્મ 'તેઝાબ'ની રિમેકમાં જોવા મળી શકે છે. કબીર સિંહના નિર્માતા મુરાદ ખેતાની આ ફિલ્મનું નિર્માણ કરશે.

ranveer singh and jhanvi kapoor share screen in the remake of tezaab

કાર્તિક આર્યન અને શ્રદ્ધા કપૂર ની થઇ ‘તેજાબ’ ની રીમેક માંથી એક્ઝીટ! હવે આ સુપરસ્ટાર્સ ભજવી શકે છે અનિલ કપૂર અને માધુરી દીક્ષિત ની ભૂમિકા

News Continuous Bureau | Mumbai

1988માં આવેલી અનિલ કપૂર અને માધુરી દીક્ષિત ની ફિલ્મ ‘તેજાબ’ ( tezaab ) બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. આ ફિલ્મના ‘એક દો તીન’ ગીતે માધુરીને રાતોરાત ફેમસ કરી દીધી હતી. હવે જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો કબીર સિંહ ના નિર્માતા મુરાદ ખેતાની આ સુપરહિટ ફિલ્મની રીમેક બનાવવા જઈ રહ્યા છે. અગાઉ એવા અહેવાલ હતા કે અનિલ કપૂરની આ સુપરહિટ ફિલ્મની રિમેકમાં અભિનેતા કાર્તિક આર્યન અને શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પરંતુ હવે એક ન્યૂઝ પોર્ટલ ના અહેવાલ મુજબ, અભિનેતા ( ranveer singh ) રણવીર સિંહ ને આ ફિલ્મ માટે અપ્રોચ કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

 રણવીર સિંહ સાથે આ અભિનેત્રી મળી શકે છે જોવા

સૂત્રોએ જણાવ્યું હતું કે, “શરૂઆતમાં આ ફિલ્મની રિમેકમાં શ્રદ્ધા કપૂર અને કાર્તિક આર્યન ને કાસ્ટ કરવાની યોજના હતી. જો કે, મુરાદ ખેતાની અને ટીમે હવે આ પ્રોજેક્ટ માટે જ્હાન્વી  ) ( jhanvi kapoorઅને રણવીર નો સંપર્ક કરવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ પસંદગી કાર્તિક અને શ્રદ્ધા હતા પરંતુ તેના કારણે કેટલાક કારણોસર નિર્માતાઓ જ્હાન્વી કપૂર અને રણવીર સિંહ ને કાસ્ટ કરી રહ્યા છે.” જો કે, ‘તેજાબ’ ની રિમેક ની અંતિમ કાસ્ટ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. પરંતુ જો આ ફિલ્મમાં રણવીર ની સાથે જ્હાનવી કપૂર ને કાસ્ટ કરવામાં આવે તો તે બંને પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો:  શું ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં કમબેક કરશે મોહસીન ખાન અને શિવાંગી જોશી? મેકર્સે ની એક પોસ્ટ પર થી લગાવવામાં આવી રહ્યો છે કયાસ

રણવીર સિંહ ની કારકિર્દી

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટર રણવીર સિંહ છેલ્લે ફિલ્મ ‘સર્કસ’ માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં રણવીર ની સાથે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ, પૂજા હેગડે અને વરુણ શર્મા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. જ્હાન્વી કપૂરની વાત કરીએ તો જ્હાન્વી છેલ્લે ‘ગુડ લક જેરી’ માં જોવા મળી હતી. ઓટીટી પર રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો.

Hansika Motwani: હંસિકા મોટવાણી અને તેની માતા ની મુશ્કેલી વધી, અભિનેત્રી ની પૂર્વ ભાભી એ બંને પર લગાવ્યા આવા ગંભીર આરોપ
Taarak Mehta Ka Ooltah Chashmah : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ પૂર્ણ કર્યા 4500 એપિસોડ, વિવાદો વચ્ચે પણ શો ની યાત્રા યથાવત
Aryan Khan: ‘બેડસ ઓફ બોલીવૂડ’ સિરીઝ થી આર્યન ખાને ડાયરેકશન ની સાથે સાથે આ ક્ષેત્ર માં પણ કર્યું ડેબ્યુ
Two Much Teaser : ‘કોફી વિથ કરણ’ ને ટક્કર આપવા આવી રહ્યો છે ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’, શો નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ
Exit mobile version