Ranveer Singh Threat: બોલિવૂડમાં ફરી ફફડાટ: ‘ધુરંધર’ સ્ટાર રણવીર સિંહ (Ranveer Singh) ને મળી જાનથી મારી નાખવાની ધમકી, હરિ બોક્સરનો ઓડિયો મેસેજ વાયરલ

Ranveer Singh Threat:'સમય રહેતા લાઈનમાં આવી જાઓ' - હરિ બોક્સરે રણવીરને આપી ગંભીર ચેતવણી; પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા મુદ્દે રોષ.

by Zalak Parikh
Ranveer Singh and Rohit Shetty receive fresh threats from Lawrence Bishnoi gang; Hari Boxer warns of targeting staff.

News Continuous Bureau | Mumbai

Ranveer Singh Threat: બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના કથિત સભ્ય હરિ બોક્સરે એક નવો ઓડિયો મેસેજ જારી કરીને બંને દિગ્ગજોને ધમકી આપી છે. ઓડિયોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો તેમની માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો રણવીર સિંહના હાથ નીચે કામ કરતા તમામ સ્ટાફ મેમ્બર્સને નિશાન બનાવવામાં આવશે.આ ઓડિયો મેસેજમાં હરિ બોક્સરેદાવો કર્યો છે કે આ ચેતવણી આખા બોલિવૂડ માટે છે. રણવીર સિંહ પર જૂના કમિટમેન્ટ્સ તોડવાનો આરોપ લગાવતા તેણે કહ્યું કે, જો તે સમયસર ‘લાઈન’ પર નહીં આવે તો તેના પરિણામો ભયાનક આવશે. આ ધમકી બાદ મુંબઈ પોલીસ અને સુરક્ષા એજન્સીઓહરકતમાં આવી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : Rajpal Yadav Bail Hearing: ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને ઝટકો: દિલ્હી હાઈકોર્ટે જામીન આપવાનો કર્યો ઈન્કાર, હવે આ તારીખે થશે આગામી સુનાવણી

રણવીરના સ્ટાફ અને પરિવારને નિશાન બનાવવાની ધમકી

ઓડિયોમાં ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું કે, “અમારી પાસે તારી સાથે કામ કરતા દરેક મેનેજર અને કર્મચારીની પૂરી જાણકારી છે. તેઓ ક્યાં રહે છે, ક્યારે ઓફિસ જાય છે અને ક્યારે પરત ફરે છે તે બધી જ અમને ખબર છે. અમે સીધા તને કંઈ નહીં કહીએ, પણ તારા સ્ટાફને  મારવાનું શરૂ કરી દઈશું. એકવાર આવું થશે ત્યારે તને હોશ આવશે.” આટલું જ નહીં, રણવીરની સાત પેઢીઓ યાદ રાખશે તેવો અત્યાચાર કરવાની પણ વાત કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by WION (@wionews)


 આ ધમકીમાં માત્ર રણવીર જ નહીં પણ રોહિત શેટ્ટીનો  પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ ગેંગના કોલને નજરઅંદાજ કરશે તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા રોહિત શેટ્ટીના મુંબઈ સ્થિત ઘરની બહાર થયેલા ફાયરિંગમાં પણ હરિ બોક્સરનું નામ સામે આવ્યું હતું. આ ગેંગ સતત હાઈ-પ્રોફાઈલ સેલેબ્રિટીઝને ટાર્ગેટ કરી રહી છે.હરિ બોક્સર અગાઉ પણ અનેક સેલેબ્રિટીઝને ધમકી આપી ચૂક્યો છે. ગયા વર્ષે કેનેડામાં કોમેડિયન કપિલ શર્માના કેફે પર થયેલા ફાયરિંગની જવાબદારી પણ તેણે જ લીધી હતી. આ ગેંગે અગાઉ સલમાન ખાન સાથે કામ કરતા લોકોને પણ ટાર્ગેટ કરવાની ચેતવણી આપી હતી. હાલમાં રણવીર સિંહ તેની ફિલ્મ ‘ધુરંધર’ ની સફળતાની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આ ધમકીએ તેની ચિંતામાં વધારો કર્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More