Site icon

વિરાટ કોહલીને પાછળ છોડીને રણવીર સિંહ બન્યો સૌથી મૂલ્યવાન ભારતીય સેલિબ્રિટી, શાહરૂખ, અક્ષય પણ રહી ગયા પાછળ

બોલિવૂડના એનર્જી બોમ્બ કહેવાતા રણવીર સિંહના ફેન્સ માટે સારા સમાચાર છે. કારણ કે હવે રણવીર દેશભરના તમામ ક્રિકેટ, બિઝનેસ અને ફિલ્મ સ્ટાર્સને પછાડીને દેશમાં સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવતો સ્ટાર બની ગયો છે.

ranveer singh became the most brand valuable indian celebrity by leaving behind virat kohli

વિરાટ કોહલીને પાછળ છોડીને રણવીર સિંહ બન્યો સૌથી મૂલ્યવાન ભારતીય સેલિબ્રિટી, શાહરૂખ, અક્ષય પણ રહી ગયા પાછળ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના એનર્જી બોમ્બ કહેવાતા રણવીર સિંહના ફેન્સ માટે સારા સમાચાર છે. કારણ કે હવે રણવીર દેશભરના તમામ ક્રિકેટ, બિઝનેસ અને ફિલ્મ સ્ટાર્સને પછાડીને દેશમાં સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવતો સ્ટાર બની ગયો છે. અત્યાર સુધી આ યાદીમાં વિરાટ કોહલી નું શાસન હતું, જે હવે બ્રાન્ડ વેલ્યુ સાથે નંબર 1 સેલિબ્રિટી તરીકે તેના માથા પરથી છીનવાઈ ગયું છે, જે હવે બોલિવૂડ સ્ટાર રણવીર સિંહને આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં તેની પત્ની દીપિકા પાદુકોણ, શાહરૂખ ખાન જેવા સેલેબ્સનું નામ પણ સામેલ છે જેમણે રણવીરે પાછળ છોડી દીધા.

Join Our WhatsApp Community

 

ક્રોલના રિપોર્ટમાં મળ્યા આટલા પોઇન્ટ 

કોર્પોરેટ ઇન્વેસ્ટિગેશન અને રિસ્ક કન્સલ્ટિંગ ફર્મ ક્રોલના રિપોર્ટ અનુસાર, રણવીર સિંહ દેશ નો સૌથી મૂલ્યવાન સેલિબ્રિટી બની ગયો છે. તે $181.7 મિલિયનના મૂલ્ય સાથે યાદીમાં ટોચ પર જોવા મળે છે. તેના પછી વિરાટ કોહલી છે, જે છેલ્લા ઘણા સમયથી આ લિસ્ટમાં ટોપ પર હતો. જ્યાં વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુ 176.9 મિલિયન ડોલર હોવાનું કહેવાય છે. એવું લાગે છે કે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી ઘણા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યા હતા, જેના કારણે તેની બ્રાન્ડ વેલ્યુમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.ક્રોલના રિપોર્ટ અનુસાર, 2021ની સરખામણીમાં રણવીર સિંહની બ્રાન્ડ વેલ્યુમાં 29.1 ટકાનો વધારો થયો છે, જે 2021માં રણવીરની 158.3 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ કરતા ઘણો વધારે છે. 

 

આ લોકો પણ યાદીમાં સામેલ છે

હવે તમારા મનમાં એ હશે કે આ લિસ્ટમાં બાકીના સેલેબ્સ ક્યાં છે. તો અમે તમને જણાવી દઈએ કે જ્યારે રણવીર અને વિરાટ આ લિસ્ટમાં પહેલા અને બીજા નંબર પર છે, તો અક્ષય કુમાર, આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણનું નામ પણ ટોપ 5માં સામેલ છે. અક્ષય 5માં નંબર પર છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે અહીં શાહરૂખ ખાનને 10માં નંબર પર સ્થાન મળ્યું છે. ટોપ 10માં હૃતિક રોશન, સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન અને એમએસ ધોનીનો સમાવેશ થાય છે.

 

Sherlyn Chopra: શર્લિન ચોપરાએ કરાવી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ રિમૂવલ સર્જરી, વિડીયો શેર કરી કહી આવી વાત
Bigg Boss 19: અભિષેક-આવેઝે ‘બિગ બોસ’ની ખોલી પોલ, મેકર્સ પર ગુસ્સો વ્યક્ત કરતા ઉઠાવ્યા આવા પ્રશ્નો
Laalo Krishna Sada Sahaayate: ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’એ રચ્યો ઇતિહાસ: 21 દિવસમાં 98 લાખથી 38 દિવસમાં અધધ આટલા કરોડ સુધીની સફર
Rubina Dilaik-Abhinav Shukla: રૂબીના દિલૈક અને અભિનવ શુક્લાએ જીત્યો ‘પતિ પત્ની અને પંગા’નો ખિતાબ, આ કપલ ને પાછળ છોડી આગળ નીકળી જોડી
Exit mobile version