Site icon

શાહરૂખ ખાનના પાડોશી બનશે રણવીર સિંહ-દીપિકા પાદુકોણ- ખરીદ્યો કરોડોનો લક્ઝરી એપાર્ટમેન્ટ-કિંમત જાણીને ચોંકી જશો

News Continuous Bureau | Mumbai

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ (Ranveer-Deepika)શાહરૂખ ખાનના પડોશી(Shahrukh Khan neighbour) બનવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ(luxurious apartment) ખરીદ્યું છે, જેની કિંમત લગભગ 119 કરોડ રૂપિયા છે. તેમનું એપાર્ટમેન્ટ બાંદ્રા(Bandra) સ્થિત રહેણાંક ટાવર સાગર રેશમ (Sagar Resham)માં છે. આ ઘરમાંથી સમુદ્રનો નજારો જોવા મળશે. તેમનું ઘર દેશના એપાર્ટમેન્ટ માટેના સૌથી મોંઘા સોદાઓમાંનું (India biggest deal)એક હોવાનું કહેવાય છે. તેનો ટાવર સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ્સ (Galaxy apartmnet)અને શાહરૂખ ખાનના બંગલા મન્નતની(Mannat) વચ્ચે છે. તેમનું ઘર 16, 17, 18 અને 19માં માળે આવેલું છે. તે 11,266 ચોરસ ફૂટના કુલ કાર્પેટ એરિયામાં ફેલાયેલું છે અને તેની ટેરેસ 1,300 ચોરસ ફૂટ છે.

Join Our WhatsApp Community

તમને જણાવી દઈએ કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ તેમના લગ્ન પછીથી જ આલીશાન ઘરની(luxurious flat) શોધમાં હતા. હવે કપલની શોધ પૂરી થઈ ગઈ છે. સમાચાર અનુસાર, રણવીરે આ એપાર્ટમેન્ટ ફર્મ ‘ઓહ ફાઇવ ઓહ મીડિયા વર્ક્સ એલએલપી’ દ્વારા ખરીદ્યું છે, જેમાં રણવીર પોતે અને તેના પિતા જુગજીત સુંદર સિંહ ભવનાની ડિરેક્ટર(director) છે. તેમજ, તેણે આ માટે 7.13 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી (stamp duty)આપી છે. આ ડીલ સાથે તેને 19 પાર્કિંગ એરિયા (parking area)પણ મળ્યા છે.કહેવામાં આવી રહ્યું છે કે તેની આસપાસની પ્રોપર્ટીની પ્રતિ સ્ક્વેર ફૂટ કિંમત 1 લાખ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે રણવીર પાસે પહેલાથી જ મુંબઈમાં(Mumbai) 1-2 એપાર્ટમેન્ટ છે. સાથે જ તેનું ગોવામાં(Goa) પણ એક ઘર છે. 

આ સમાચાર પણ વાંચો : મોટા પડદા પર આવશે ચેતન આનંદ અને પ્રિયા રાજવંશ ની પ્રેમકહાની-આ સ્ટાર્સ ભજવશે બંને દિગ્ગજોની ભૂમિકા

આ દિવસોમાં રણવીર સિંહ તેની ફિલ્મ ‘રોકી ઔર રાની કી લવ સ્ટોરી’(Rocky aur Rani ki prem kahani)ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી મુખ્ય ભૂમિકામાં છે. કરણ જોહરની આ ફિલ્મ વેલેન્ટાઈન ડે 2023ના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય તે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સર્કસ’(circus)માં પણ જોવા મળવાનો છે, જે આ વર્ષે ક્રિસમસ (christmas)પર રિલીઝ થશે. ફિલ્મમાં તેની સાથે પૂજા હેગડે અને જેકલીન ફર્નાન્ડીઝ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં રણવીર પહેલીવાર ડબલ રોલમાં જોવા મળશે.

Golden Globes 2026: પ્રિયંકા ચોપરાએ રેડ કાર્પેટ પર લૂંટી લાઈમલાઈટ , નિક જોનસ સાથેની રોમેન્ટિક કેમેસ્ટ્રીએ ખેંચ્યું સૌનું ધ્યાન
Golden Globe Awards 2026: 16 વર્ષના અભિનેતાએ એવોર્ડ જીતીને રચ્યો ઈતિહાસ, ટેયાના ટેલર બની બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ; જુઓ વિજેતાઓની સંપૂર્ણ યાદી
Kyunki Saas Bhi Kabhi Bahu Thi: તુલસી-મિહિરનો જાદુ આજે પણ અકબંધ! 2000 એપિસોડની સફર પૂરી થતા એકતા કપૂર થઈ ગઈ ઈમોશનલ
Tanhaji 2: અજય દેવગનની એક પોસ્ટે મચાવ્યો ખળભળાટ! ‘વાર્તા હજુ પૂરી નથી થઈ…’ શું હવે આવશે ‘તાન્હાજી 2’? ચાહકોમાં ભારે ઉત્તેજના
Exit mobile version