News Continuous Bureau | Mumbai
બોલિવૂડના દમદાર એક્ટર રણવીર સિંહ (ranveer Sindh)ની ફિલ્મ 'જયેશભાઈ જોરદાર' (Jayeshbhai jordar)નું ટ્રેલર (trailer) રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં રણવીર સિંહનું પાત્ર પણ મજેદાર બનવાનું છે. જયેશભાઈ જોરદારમાં (Jayeshbhai jordar) રણવીર, એક ગુજરાતી માણસ (Gujarati man) ની ભૂમિકા ભજવી રહ્યો છે જે, તેની ગર્ભવતી (pregnent) પત્ની સાથે ભાગી જાય છે. કારણ કે તેના પિતા ગામના સરપંચ (sarpanch) છે, જેઓ પુરૂષ અનુગામી અને સંભવિત સરપંચ ઈચ્છે છે.પરંતુ તેની પત્ની બીજી વખત પુત્રીની માતા બનવાની છે. ફિલ્મમાં તેની પત્નીનું પાત્ર શાલિની પાંડેએ ભજવ્યું છે, જ્યારે બોમન ઈરાની(Boman Irani) પિતાના રોલમાં જોવા મળે છે. જયેશ તેની પત્નીને બચાવવા માટે તેના પિતા, સમાજ અને તેની નબળાઈઓ સામે પણ લડી રહ્યો છે. ફિલ્મમાં કોમેડીના ડોઝની સાથે સાથે સમાજ માટે એક સંદેશ પણ આપવામાં આવ્યો છે.
ટ્રેલરમાં (trailer)બતાવવામાં આવ્યું છે કે એક છોકરી ગામના સરપંચની (sarpanch) સામે આજીજી કરે છે અને કહે છે કે છોકરાઓ સ્કૂલની સામે દારૂ પીને છોકરીઓને હેરાન કરે છે. તેથી તમે દારૂ બંધ કરો. જેના પર સરપંચનું કહેવું છે કે સાબુ પર પ્રતિબંધ લગાવવો પડશે. આપણા ગામડાની છોકરીઓ સુગંધી વાળા સાબુથી નહાશે તો…. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે જયેશભાઈના માતા-પિતા ને છોકરા નો મોહ છે , જ્યારે બાળક તેમની પત્નીના ગર્ભમાં ઉછરી રહ્યું છે. તેઓ તેની તપાસ કરાવવા માટે હોસ્પિટલમાં જાય છે અને તેની માતા કહે છે કે જો છોકરી થશે, તો તે તેને નિપટાવી દેશે . જે બાદ તેને દોડતો બતાવવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : કોમેડી ની આડમાં વનરાજનો ઘમંડ દૂર કરશે મોટીબા,અનુપમાની બેરંગ દુનિયા માં ભરશે રંગ; જુઓ અનુપમા નમસ્તે અમેરિકા નો પ્રોમો
જયેશભાઈ જોરદાર(jayeshbhai jordar) 13 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. અગાઉ આ ફિલ્મ અને આયુષ્માન ખુરાનાની 'અનેક' (Anek) એક જ દિવસે રિલીઝ થવાની હતી. પરંતુ અનેક ના નિર્દેશકોએ ફિલ્મની તારીખ બદલીને 27 મે કરી દીધી. જયેશભાઈ જોરદાર (Jayeshbhai jordar) હવે 13 મેના રોજ રિલીઝ થશે.ફિલ્મની વાર્તા પુત્રની ઈચ્છા અને પુત્રીના અધિકારની આસપાસ ફરે છે. જયેશભાઈ જોરદારમાં રણવીરનો (Ranveer Singh) ગુજરાતી તડકો દર્શકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.જયેશભાઈ જોરદાર યશ રાજ ફિલ્મ્સ (Yashraj films) દ્વારા નિર્મિત છે. અર્જુન રેડ્ડીની અભિનેત્રી શાલિની પાંડેએ (Shalini pandey) આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. આ ફિલ્મમાં શાલિની સાથે રત્ના પાઠક શાહ (Ratna Pathak shah) પણ જોવા મળશે.
