Ranveer Singh New Ferrari Car બોલિવૂડના ‘ધુરંધર’ રણવીર સિંહે વસાવી કરોડોની સુપરકાર; કિંમત અને લુક જોઈને આંખો પહોળી થઈ જશે

Ranveer Singh New Ferrari Car 'ડોન ૩' વિવાદ અને પ્રોડ્યુસરને કરોડોના નુકસાનના અહેવાલો વચ્ચે એક્ટરે હોટ બ્લેક કલરની Ferrari 296 GTB પોતાના ગેરેજમાં ઉમેરી

by Zalak Parikh
Ranveer Singh New Ferrari Car બોલિવૂડના 'ધુરંધર' રણવીર સિંહે વસાવી કરોડોની સુપરકાર; કિંમત અને લુક જોઈને આંખો પહોળી થઈ જશે

 

News Continuous Bureau | Mumbai

Ranveer Singh New Ferrari Car બોલિવૂડના સુપરસ્ટાર અને ઉર્જાવાન અભિનેતા રણવીર સિંહ અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની અતરંગી સ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે. જોકે આ વખતે તે કોઈ ફિલ્મના કારણે નહીં, પરંતુ પોતાની નવી લક્ઝરી સુપરકારને કારણે ઇન્ટરનેટ પર ભારે સુખિર્ઓ બટોરી રહ્યો છે. મુંબઈના રસ્તાઓ પર નવી નક્કોર કરોડોની ગાડી ચલાવતો રણવીર સિંહનો એક વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.

Ranveer Singh New Ferrari Car – ફેરારી ૨૯૬ જીટીબી ખરીદીને રણવીરે વધાર્યું પોતાના ગેરેજનું ગૌરવ, કિંમત જાણીને ચોંકી જશો

મનોરંજન જગતમાંથી મળતા અહેવાલો અનુસાર, રણવીર સિંહે તાજેતરમાં જ એક ચમકતી બ્લેક કલરની ‘ફેરારી ૨૯૬ જીટીબી’ (Ferrari 296 GTB) કાર ખરીદી છે. આ આલીશાન લક્ઝરી કારની ભારતીય માર્કેટમાં અંદાજિત કિંમત આશરે ૬.૩૬ કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. રણવીરના શાનદાર કાર કલેક્શનમાં આ નવી ફેરારી અત્યાર સુધીની સૌથી મોંઘી કારોમાંની એક છે. અત્રે ઉલ્લેખનીય છે કે રણવીરના આલીશાન ગેરેજમાં આ નવી બ્લેક ફેરારી સિવાય એસ્ટન માર્ટિન રેપિડ એસ, લેમ્બોર્ગિની ઉરુસ અને મર્સિડીઝ મેબેક જેવી વિશ્વની સૌથી મોંઘી અને લક્ઝરી ગાડીઓ પહેલેથી જ હાજર છે.

Ranveer Singh New Ferrari Car – શું છે ફિલ્મ ‘ડોન ૩’ ને લઈને ચાલી રહેલો મોટો વિવાદ? કેમ એક્ટર પર લાગ્યા ગંભીર આરોપ

રણવીર સિંહે આ કરોડોની કાર એવા સમયે ખરીદી છે જ્યારે તે ફિલ્મ ‘ડોન ૩’ (Don 3) ના વિવાદને લઈને બોલિવૂડમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વાસ્તવમાં, વર્ષ ૨૦૨૩માં આ સુપરહિટ એક્શન-થ્રિલર ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ માટે રણવીર સિંહના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, જેનું નિર્દેશન ફરહાન અખ્તર કરવાના હતા. જોકે, પાછળથી અજ્ઞાત કારણોસર રણવીર સિંહ આ મેગા પ્રોજેક્ટમાંથી પાછળ હટી ગયો હતો. આ ઘટના બાદ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) દ્વારા કથિત રીતે એક્ટર વિરૂદ્ધ અસહકારની નોટિસ જારી કરાઈ છે. રિપોર્ટ્સનું માનીએ તો પ્રોડ્યુસર-ડિરેક્ટર ફરહાન અખ્તરની સત્તાવાર ફરિયાદ બાદ આ પગલું લેવાયું છે, જેમાં આરોપ છે કે રણવીરના અચાનક પક્ષપલટાથી પ્રોજેક્ટને આશરે ૪૫ કરોડ રૂપિયાનું મોટું નુકસાન થયું છે.

Ranveer Singh New Ferrari Car – ફિલ્મ ‘ધુરંધર’ ની બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી બાદ ક્રેઝ બમણો થયો

આ બધા વિવાદો વચ્ચે રણવીર સિંહના કરિયરનો ગ્રાફ હાલમાં ખૂબ જ ઉંચો ચાલી રહ્યો છે. તેને છેલ્લીવાર બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ (Dhurandhar) માં મુખ્ય ભૂમિકામાં જોવામાં આવ્યો હતો. પ્રખ્યાત ડાયરેક્ટર આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘ધુરંધરે’ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ જુના રેકોર્ડ તોડી નાખ્યા હતા અને જંગી નફો રળ્યો હતો. દર્શકોની સાથે-સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજોએ પણ રણવીરની એક્ટિંગના ભારે વખાણ કર્યા હતા. આ ફિલ્મના સીક્વલે પણ રિલીઝ થયા બાદ થિયેટરોમાં ધૂમ કમાણી કરી છે, જેના કારણે બોલિવૂડમાં અત્યારે રણવીરનો ક્રેઝ બમણો જોવા મળી રહ્યો છે.

👉 આ સમાચાર વાચો:
Flight Baggage Rules એરપોર્ટ પર વધારાનો ચાર્જ ભરવાથી બચવું છે? જાણો ફ્લાઇટના નવા બેગેજ નિયમો.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More