News Continuous Bureau | Mumbai
રણવીર સિંહ એ બી-ટાઉન કલાકારોમાંથી (B-Town artists) એક છે જેમણે ઇન્ડસ્ટ્રીમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. એક્ટર્સ અવારનવાર એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાની એક્ટિંગ (acting) માટે તો ક્યારેક પોતાની ફેશન સ્ટાઈલને (fashion style) કારણે ચર્ચામાં રહેતા રણવીર સિંહે (Ranveer singh) પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં (Bollywood industry) આ ખાસ સ્થાન સુધી પહોંચવા માટે અભિનેતાએ ઘણો સંઘર્ષ કર્યો છે. એટલું જ નહીં, અભિનેતાએ કાસ્ટિંગ કાઉચનો (casting couch) પણ સામનો કર્યો છે. હવે તાજેતરના એક ઇવેન્ટ દરમિયાન, અભિનેતાએ તેના સંઘર્ષના દિવસો વિશે જણાવ્યું છે.
હકીકતમાં, અભિનેતા તાજેતરમાં જ મોરોક્કોમાં (Morocco) મેરાકેચ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં (Marrakech International Film Festival) પહોંચ્યો હતો. આ દરમિયાન તેને ઈટોઈલ ડી’ (Etoile d) એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઈવેન્ટમાં અભિનેતાએ તેની બોલિવૂડ કરિયર (Bollywood carrier) વિશે વાત કરતા કહ્યું કે 3 વર્ષ સુધી મારે બ્રેક માટે ભટકવું પડ્યું હતું. રણવીર સિંહે વધુમાં કહ્યું કે આ દરમિયાન એક વ્યક્તિએ મને એક વિચિત્ર જગ્યાએ બોલાવ્યો અને પૂછ્યું કે તમે હાર્ડ વર્કર છો કે સ્માર્ટ વર્કર. હું મારી જાતને સ્માર્ટ નથી માનતો તેથી મેં કહ્યું કે હું મહેનતુ વ્યક્તિ છું. આના પર તેણે જવાબ આપ્યો કે ડાર્લિંગ, સ્માર્ટ અને સેક્સી બનો. મને મારા જીવનમાં આવા અનુભવો થયા છે. 3 વર્ષ સુધી આ બધું સહન કર્યું. હું આ બધું ક્યારેય ભૂલી શકતો નથી. પણ હવે લાગે છે કે આ બધું સહન કર્યા પછી હવે લાગે છે કે કદાચ તેના કારણે જ આજે હું આ સ્થાને પહોંચ્યો છું.આ દરમિયાન, અભિનેતાએ કહ્યું કે એક નિર્માતાએ મને પાર્ટીમાં આમંત્રણ (party invitation) આપ્યું હતું. તે માણસ તેની મજા માટે તેના પાળેલા કૂતરાને મારી પાછળ છોડી દીધો હતો. તે નિર્માતા (Producer) હવે આ દુનિયામાં નથી. જોકે, બાદમાં તેમણે જ મને તેમની ઓફિસમાં મીટિંગ (office meeting) માટે બોલાવ્યો હતો. જો કે તે પ્રત્યક્ષ હવે આ દુનિયામાં નથી.
આ સમાચાર પણ વાંચો: એક જ ઝાટકે 200 વ્હીકલની ડિલિવરી! આ બજેટ ઇલેક્ટ્રિક સ્કૂટર ખુબ ચર્ચામાં
તમને જણાવી દઈએ કે રણવીર સિંહે વર્ષ 2010માં ‘બેન્ડ બાજા બારાત’ (Band baja barat) થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.રણવીર છેલ્લે ‘જયેશભાઈ જોરદાર’માં (Jayeshbhai Jordar) જોવા મળ્યો હતો. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. હવે વર્ષ 2023માં અભિનેતા રોહિત શેટ્ટીની (Rohit Shetty) ફિલ્મ ‘સર્કસ’ અને કરણ જોહરની (Karan Johar) ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં (Rocky Aur Rani Ki Prem Kahani) જોવા મળશે.