ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑગસ્ટ, 2021
બુધવાર
ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલી પોતાની ફિલ્મોને લઈને સમાચારમાં છે. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ પછી તેઓ ફિલ્મ ‘બૈજુ બાવરા’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે બૉલિવુડ ઍક્ટર રણબીર કપૂર અને કાર્તિક આર્યનનું નામ સામે આવ્યું હતું. આ બંનેને ફિલ્મમાંથી આઉટ કરીને સંજય લીલા ભણસાલીની મ્યુઝિકલ લવ સ્ટોરી ‘બૈજુ બાવરા’માં રણવીર સિંહની એન્ટ્રી થઈ ગઈ છે.
‘બૈજુ બાવરા’માટે સંજય લીલા ભણસાલીની પહેલી પસંદ રણબીર કપૂર હતી, પરંતુ ચર્ચાઓ એવી છે કે પહેલા રણબીર કપૂરે આ ફિલ્મ માટે ના પાડી દીધી હતી. એક મીડિયા હાઉસની ખબર મુજબ રણબીર કપૂરે ફિલ્મ માટે ના કહ્યા બાદ ફિલ્મમાં રણવીર સિંહની એન્ટ્રી થઈ છે.
ભણસાલીના પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે આ ફિલ્મ માટે રણવીર સિંહ અંગે ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કંઈ ફાઇનલ નથી થયું. ‘બૈજુ બાવરા’ને લઈને રિપૉર્ટ મે 2021માં આવવા લાગ્યા હતા. રિપૉર્ટ મુજબ ફિલ્મમાં અજય દેવગણ, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં નજર આવશે.
યો યો હની સિંહની મુશ્કેલીઓ વધી, પત્ની શાલિનીએ લગાવ્યા આ આરોપ; જાણો વિગત
અત્યારે તો સંજય લીલા ભણસાલી તેની પહેલી વેબ સિરીઝ ‘હીરા મંડી’ની સ્ટાર કાસ્ટ ફાઇનલ કરવામાં જોડાયેલા છે. ‘હીરા મંડી’ની વાત કરીએ તો આના માટે સંજય લીલા ભણસાલીએ હુમા કુરેશી અને સોનાક્ષી સિન્હાને પહેલેથી ફાઇનલ કરી દીધાં છે.