ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 સપ્ટેમ્બર 2020
સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ રિયા ચક્રવર્તી સહિત અન્ય બોલીવુડ અભિનેત્રી એનસીબીની રડાર પર છે. સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, શ્રદ્ધા કપૂર અને દીપિકા પાદુકોણને એનસીબી સમન્સ મોકલી ચુકી છે. દરમિયાન દીપિકાની શનિવારે એનસીબીની ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. પરંતુ તે પહેલા રણવીરસિંહે એનસીબીને અરજી કરી હતી કે શું તે બોલીવુડ ડ્રગ્સના કેસમાં પૂછપરછ દરમિયાન તેની પત્ની સાથે હાજર થઈ શકે છે??
એનસીબીને આપેલી અરજીમાં રણવીરે કહ્યું છે કે દીપિકા કેટલીકવાર નર્વસ થઈ જાય છે અને તેને પેનિક એટેક પણ આવે છે. તેથી, તેને તેની પત્ની સાથે રહેવાની છૂટ આપવી જોઈએ. રણવીરે વિનંતી કરી છે કે તે કાયદાકીય નિયમો જાણે છે કે તપાસના સમયે તે હાજર રહી શકે નહીં. પરંતુ તેને એનસીબી ઓફિસની અંદર જવા દેવા મંજૂરી આપવી જોઇએ. જોકે, તેની અરજી પર એનસીબી દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
નોંધનીય છે કે દીપિકા વોટ્સએપ ચેટ્સ દ્વારા એનસીબીના નિશાન પર આવી છે. ખરેખર, એનસીબીએ 2017 ની વોટ્સએપ ચેટના આધારે પૂછપરછ કરવા બોલાવી છે. આ ચેટસ એનસીબી દ્વારા ટેલેન્ટ એજન્ટ જયા સાહાના મોબાઈલ ફોનથી મળી છે. જયા સાહા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ ટેલેન્ટ મેનેજર હતી. જયા સાહાની પુછપરછ દરમિયાન આવા અનેક ખુલાસા થયા છે, જેના કારણે હવે બોલિવૂડના મોટા સેલેબ્સ સવાલોની રડારમાં આવી ગયા છે.
