ews Continuous Bureau | Mumbai
Ranveer singh: રણવીર સિંહ બોલિવૂડ નો સફળ અભિનેતા છે. તેની ગણતરી ટોચના કલાકારોમાં થાય છે. તેને પોતાના જોરે ઇન્ડસ્ટ્રી માં ઘણું નામ કમાવ્યુ છે. રણવીર સિંહ હવે ડોન 3 માં જોવા મળશે. બીજા સ્ટાર્સ ની જેમ રણવીર સિંહ પણ રિયલ એસ્ટ્રેટ માં મોટું રોકાણ કરે છે. હવે રણવીર સિંહ ને લઇ ને એવા સમાચાર આવી રહ્યા છે કે, તેને તેના મુંબઈ માં સ્થિત 2 એપાર્ટમેન્ટ વેચી દીધા છે. જેમની કિંમત કરોડોમાં છે.
આ સમાચાર પણ વાંચોઃ Deepika padukone: દીપિકા પાદુકોણ પર પણ ચઢ્યો જસ્ટ લુકિંગ નો ખુમાર, અભિનેત્રી ની રીલે તોડ્યો આ ફિલ્મના ટ્રેલર નો રેકોર્ડ
રણવીર સિંહ એ કરોડોમાં વેચ્યા ફ્લેટ
મીડિયા રિપોર્ટ અનુસાર રણવીર સિંહે તેના 2 ફ્લેટ વેચ્યા છે. આ ફ્લેટ મુંબઈ ના ગોરેગાંવ માં આવેલા ઓબેરોય મોલ પાસે છે.રણવીર સિંહે આ ફ્લેટ 4.64 કરોડ માં તેને ખરીદ્યા હતા. આ બન્ને ફ્લેટ 1324 ચોરસ ફૂટ ના છે. હવે રણવીર સિંહે આ ફ્લેટ15.25 કરોડમાં વેચ્યા છે.રણવીર સિંહે આ ડીલ 6 નવેમ્બરના રોજ કરી હતી. આ ફ્લેટ એ જ હાઉસિંગ કોમ્પ્લેક્સના એક વ્યક્તિને વેચવામાં આવ્યો હતો. આ સિવાય, રણવીર સિંહે 2022માં બાંદ્રા વેસ્ટમાં 119 કરોડ રૂપિયામાં એક પ્લોટ ખરીદ્યો હતો, જે શાહરૂખ ખાન અને સલમાન ખાનના ઘરની નજીક છે.