ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 સપ્ટેમ્બર 2020
અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, નસીરુદ્દીન શાહ અને રવિના ટંડન અભિનીત મોહરા ફિલ્મ તેના એક્શન સિક્વન્સ અને ગીતોને કારણે ખૂબ ચર્ચામાં રહી હતી. 'તુ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત' અને 'ટીપ ટીપ બરસા પાની' હજી પણ બોલિવૂડના સૌથી લોકપ્રિય ગીતોમાં ગણાય છે. આ ગીતમાં અક્ષય કુમાર અને રવિના ટંડનની શાનદાર કેમિસ્ટ્રી જોવા મળી હતી. આજે અમે તમને રવિના ટંડન અને રણવીર સાથે જોડાયેલ એક રસપ્રદ કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ. કારણ કે આ વાત બહુ ઓછા લોકો જાણે છે. હકીકતમાં, રણવીર બાળપણથી જ અક્ષય કુમારનો મોટો ફેન છે અને રણવીરના પિતાના ઉદ્યોગના કેટલાક નિર્માતાઓ સાથે ગાઢ સંબંધો હતા. આવા સંજોગોમાં રણવીરના કેટલાક કઝિન અને બહેનો કેનેડાથી આવ્યા હતા. તે સમયે, તે અક્ષય કુમારને જોવાનો સંકલ્પબદ્ધ હતો અને રણવીરના પિતા રણવીરને મોહરા ના સેટ પર લઈ ગયા, ત્યારે અક્ષય કુમાર અને રવિના ટીપ ટીપ બરસા પાની ગીતના શૂટિંગમાં વ્યસ્ત હતા.
રણવીર તેના કઝિન સાથે ફિલ્મનું શૂટિંગ જોવા આવ્યો હતો. તે રવિનાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો અને કહ્યું કે તેણે તેની જિંદગીમાં આટલી સુંદર છોકરી ક્યારેય નથી જોઈ. હું થોડી વાર સુધી રવિના તરફ જ જોતો રહ્યો. મને ખ્યાલ પણ ન હતો કે તેમને(રવીનાને) અસહ્ય લાગ્યું હશે પરંતુ તે ખૂબ અસ્વસ્થ થઈ ગઈ હતી અને તેણે મને સેટમાંથી બહાર કાઢી દીધો હતો. રણવીરે વધુમાં કહ્યું કે, 'હું નાનપણમાં ખૂબ જાડો હતો, મારા દાંતમાં બ્રેસેલ્સ હતા અને મારી ફૂટબોલર રોનાલ્ડો જેવી હેરસ્ટાઇલ હતી. હું એકદમ હતાશ થઈ ગયો હતો કારણ કે હું વધારે અપેક્ષાઓ સાથે શૂટિંગ જોવા ત્યાં પહોંચ્યો હતો અને મને સેટ પરથી કાઢી દેવામાં આવ્યો મને દુ:ખી જોઈ અક્ષય કુમાર ત્યાં પહોંચ્યો અને મને ખુશ કરવા તેમણે મને કહ્યું કે તેને મારા વાળ ખુબ ગમ્યા.’
આ દરમિયાન અક્ષય વિશે તેની પાસેથી સકારાત્મક વાતો સાંભળ્યા પછી તે સારા મૂડમાં હતો અને તેણે અક્ષય સાથે ફોટો પણ ખેંચ્યો હતો. જોકે તે, રવીના સાથે ફોટો લેવામાં નિષ્ફળ રહ્યો હતો.