News Continuous Bureau | Mumbai
Ranveer singh: રણવીર સિંહ બોલિવૂડ નો ટોચ નો અભિનેતા છે. રણવીર સિંહે પોતાના અભિનય થી લોકોના દિલ જીતી લીધા છે. હવે રણવીર સિંહ તેની આગામી ફિલ્મ ડોન 3 ને લઈને ચર્ચામાં છે. આ બધા ની વચ્ચે રણવીર સિંહે એક ઉપલબ્ધિ મેળવી છે. તાજેતરમાં રણવીર સિંહ નું લંડન અને સિંગાપોરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં મીણનું પૂતળું સ્થાપિત કરવામાં આવ્યું છે. આ વાતની જાણકારી અભિનેતાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે.
રણવીર સિંહે શેર કરી પોસ્ટ
રણવીર સિંહે ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી નોટ લખી છે તેની જ સાથે અભિનેતા એ તેના બે પૂતળા ની તસવીરો પણ શેર કરી છે. આ સાથે રણવીરે લખ્યું, “મોટો થતાં, હું મારા માતા-પિતાના વિશ્વની કેટલીક પ્રખ્યાત અને અગ્રણી હસ્તીઓ સાથેના જૂના ફોટોગ્રાફ્સથી આકર્ષિત થયો, ત્યારે જ મને સમજાયું કે તે લંડનની પ્રખ્યાત મેડમ તુસાદની મીણની મૂર્તિઓ છે.” એ સુપ્રસિદ્ધ સંગ્રહાલયનું આકર્ષણ હંમેશા મારી સાથે રહ્યું. હવે ત્યાં મારી પોતાની મીણની આકૃતિ હોવી અતિવાસ્તવ લાગે છે. હું આભારી છું કે મારી મૂર્તિ વિશ્વની સૌથી કુશળ હસ્તીઓમાં સામેલ છે.” નોંધમાં, તેણે વધુમાં કહ્યું કે સિનેમાને કારણે આ શક્ય બન્યું છે.
View this post on Instagram
રણવીર સિંહ ની પત્ની અને બોલિવૂડ ની ટોચ ની અભિનેત્રી દીપિકા પાદુકોણ ના પણ મીણ ના પુતળા લંડન અને દિલ્હીના મેડમ તુસાદ મ્યુઝિયમમાં છે.
આ સમાચાર પણ વાંચો : Deepika padukone: ફિલ્મ ફાઈટર ની રિલીઝ પહેલા તિરુમાલા પહોંચી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ નહીં પરંતુ આ વ્યક્તિ સાથે લીધા ભગવાન વ્યંકટેશ ના આશીર્વાદ