‘Dhurandhar 2: રણવીર સિંહનો પાવર! રિલીઝ પહેલા જ ‘ધુરંધર 2’ એ ‘ધુરંધર 1’ ને પછાડી, OTT રાઈટ્સના આંકડા જાણી આંખો ફાટી જશે

Dhurandhar 2: આદિત્ય ધર નિર્દેશિત 'ધુરંધર 2' ના ડિજિટલ રાઈટ્સ 150 કરોડમાં વેચાયા; જીયો હોટસ્ટાર પર થશે સ્ટ્રીમિંગ.

by Zalak Parikh
Ranveer Singh’s 'Dhurandhar 2' Smashes Records Before Release

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2: બોલિવૂડના પાવરહાઉસ અભિનેતા રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ અત્યારે ચર્ચાના કેન્દ્રમાં છે. આ ફિલ્મ 19 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, પરંતુ તે પહેલા જ ફિલ્મે કરોડોની કમાણી કરીને નવો ઈતિહાસ રચી દીધો છે. ખાસ કરીને ઓટીટી રાઈટ્સના મામલે આ ફિલ્મે તેના જ પહેલા ભાગનો રેકોર્ડ તોડી નાખ્યો છે.અહેવાલો અનુસાર, ‘ધુરંધર પાર્ટ 2’ ના સ્ટ્રીમિંગ રાઈટ્સ આ વખતે નેટફ્લિક્સને બદલે જીયો હોટસ્ટાર દ્વારા ખરીદવામાં આવ્યા છે. આ ડીલ એટલી મોટી છે કે તેણે પહેલા ભાગ કરતા લગભગ બમણી કમાણી કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ, ફિલ્મના ડિજિટલ રાઈટ્સ 150 કરોડમાં વેચાયા છે, જે તાજેતરના સમયની સૌથી મોટી ઓટીટી ડીલ્સમાં  સ્થાન પામે છે.

આ સમાચાર પણ વાંચો : Ikka Teaser Out: 29 વર્ષ બાદ સની દેઓલ અને અક્ષય ખન્નાની જોડી પરત ફરી, સોશિયલ મીડિયા પર ટીઝરે મચાવી ધૂમ

પહેલા ભાગ કરતા બમણી કમાણી

ફિલ્મના પહેલા ભાગના ડિજિટલ રાઈટ્સ  85 કરોડમાં વેચાયા હતા. તેની સરખામણીએ બીજા ભાગના રાઈટ્સ  150 કરોડમાં વેચાઈને મોટી છલાંગ લગાવી છે. અગાઉ નેટફ્લિક્સે બંને ફિલ્મો માટે  175 કરોડની ઓફર કરી હતી, પરંતુ જીયો સ્ટુડિયોએ રાહ જોવાનું નક્કી કર્યું અને હવે ‘ધુરંધર 2’ એ એકલા હાથે મોટી કમાણી કરી લીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Jio Studios (@officialjiostudios)


‘ધુરંધર 2’ નું નિર્દેશન આદિત્ય ધર દ્વારા કરવામાં આવ્યું છે અને આ ફિલ્મમાં યામી ગૌતમ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળી શકે છે. જોકે, આ ફિલ્મની રિલીઝ સરળ નહીં હોય, કારણ કે 19 માર્ચના રોજ બોક્સ ઓફિસ પર સાઉથના સુપરસ્ટાર યશની ફિલ્મ ‘ટોક્સિક’ સાથે તેનો મોટો મુકાબલો થવાનો છે. બંને મોટી ફિલ્મો એક જ દિવસે રિલીઝ થતા દર્શકોમાં ભારે ઉત્તેજના છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More