Site icon

Ranvir shorey ram mandir: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા બોલિવૂડ અભિનેતા રણવીર શોરી એ માંગી માફી, રામ મંદિર ને લઈને આપ્યું હતું આવું નિવેદન, જાણો સમગ્ર મામલો

Ranvir shorey ram mandir: અયોધ્યા રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા ને થોડા જ દિવસ બાકી છે. આવામાં બોલિવૂડ અભિનેતા રણવીર શૌરી ની એક પોસ્ટ વાયરલ થઇ રહી છે. જેમાં તેણે જાહેર મંચ પર માફી માંગી છે.

ranvir shorey confession and apology before ram mandir inauguration

ranvir shorey confession and apology before ram mandir inauguration

News Continuous Bureau | Mumbai

Ranvir shorey ram mandir: અયોધ્યા રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અભિનેતા રણવીર શોરી ની એક પોસ્ટ વાયરલ થઇ રહી છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. રણવીર શોરી અગાઉ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના વિરોધમાં હતા અને તેઓ ઈચ્છતા હતા કે ત્યાં હોસ્પિટલ અથવા સ્મારક બનાવવામાં આવે. પરંતુ હવે રણવીર શોરીએ પોતાના અભિપ્રાય માટે બધાની માફી માંગી છે અને એક મોટું નિવેદન પણ આપ્યું છે.

Join Our WhatsApp Community

 

રણવીર શોરી એ માંગી માફી 

રણવીર શોરી એ પોતાની પોસ્ટ માં માફી માંગતા લખ્યું,”હું તે હિંદુઓમાંનો એક હતો જેઓ અયોધ્યામાં મંદિર બનાવવાને બદલે સ્મારક અથવા હોસ્પિટલ બનાવવા માટે સંમત થયા હતા, જેથી બે સમુદાયો વચ્ચે લાંબા સમયથી ચાલતી આ લડાઈનો અંત લાવી શકાય. આજે મને શરમ આવે છે કે હું શાંતિ માટે ધાર્મિકતા નું  બલિદાન આપવા તૈયાર હતો. મને શરમ આવે છે કે હું મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અને તેમના મૂલ્યો માટે ઉભો નથી થયો.” રણવીર શોરી એ વધુ માં લખ્યું, “સત્ય અને ન્યાય માટે આ લાંબી અને મુશ્કેલ લડાઈ લડનારા તમામને હું હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું. હું ભગવાન રામ પાસેથી ક્ષમા અને ભવિષ્ય માટે સદબુદ્ધિ ની માંગણી કરું છું. હું પ્રાર્થના કરું છું કે ધર્મ આ મહાન ભૂમિ માં કાયમ જીવતો રહે.અને ભારતના તમામ લોકો માટે શાંતિ અને સમૃદ્ધિ લાવે. જય શ્રી રામ.” 


તમને જણાવી દઈએ કે 22 જાન્યુઆરી 2024 ના રોજ રામ મંદિરના અભિષેકની વિધિ પહેલા 15 જાન્યુઆરી 2024ના રોજ ગર્ભગૃહમાં રામ લાલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. રામ મંદિર નાપ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે લગભગ 8 હજાર લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Vijay sethupathi: ફિલ્મ અભિનેતા નહીં પરંતુ આ ફિલ્ડ માં કામ કરવા માંગતો હતો વિજય સેતુપતિ, એક ઇન્ટરવ્યૂ દરમિયાન અભિનેતા એ કર્યો ખુલાસો

Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ
Exit mobile version