ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑગસ્ટ, 2021
ગુરુવાર
ટીવી પર આમ તો અનેક સુંદર ચહેરાઓ છે. પણ રશ્મિ દેસાઈ હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બની છે. અન્ય સેલેબ્રિટીની જેમ તે પણ સોશિયલ મીડિયામાં પોતાની તસવીરો શેર કરતી રહેતી હોય છે. ત્યારે હાલમાં રશ્મિએ પોતાની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં રશ્મિએ શિમરી રોઝ ગોલ્ડ પેન્ટ અને બ્લેક ક્રોપ ટોપ પહેરેલું દેખાઈ રહ્યું છે. તેના સિવાય તેમણે આ લુક માટે વાળ ખુલ્લા રાખ્યા છે. રશ્મિના આ ફોટોશૂટમાં તેમના બોલ્ડ અવતાર અને આઉટફિટની સાથે સાથે વધુ એક ખાસ વસ્તુ દેખાઈ રહી છે, અને તે છે તેમની ક્લાસી જવેલરી. ફોટામાં તે બુટ્ટી અને બ્રેસલેટને શોઓફ કરતી દેખાઈ રહી છે.

રશ્મિએ આ ફોટાના કેપ્શનમાં કાળા રંગનું મરચું બનાવ્યું હતું, એટલા માટે તેમના ફેન્સ મિર્ચી…મિર્ચી જેવી કમેન્ટ કરતા દેખાઈ રહ્યા છે. રશ્મિના મેકઅપથી લઈને હેયરસ્ટાઈલ અને અંદાજ દરેક વસ્તુ આ ફોટામાં પરફેક્ટ દેખાઈ રહી છે.

વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે છેલ્લે નાગિન-4માં લીડ રોલમાં જોવા મળી હતી. આ પહેલા રશ્મિ બિગ બોસ 13માં નજરે આવી હતી. રશ્મિ દેસાઈએ પરી હું મૈં, મિત મિલા દે, શશશ ફિર કોઈ હૈ, કોમેડી સર્કસ, મહા સંગ્રામ, જરા નચકે દિખા, ક્રાઇમ પેટ્રોલ, બિગ મની, કિચન ચેમ્પિયન સીઝન 2, કોમેડી કા મહા મુકાબલા માં નજર આવી ચુકી છે.