ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 જૂન 2021
ગુરુવાર
નાના પડદે જાણીતી અભિનેત્રી રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ફેન્સ સાથે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
તાજેતરમાં જ રશ્મિએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. રશ્મિ આ તસવીરોમાં બોલ્ડ પોઝ આપી રહી છે. આ તસવીરોમાં રશ્મિ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે. રશ્મિના ફેન્સ તેની આ તસવીરો જોયા બાદ તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. તસવીરોમાં રશ્મિનો મસ્તીભર્યો અંદાજ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે રશ્મિએ આ અગાઉ પણ બોલ્ડ તસવીરો શેર કરી હતી. તેમાં પણ તેણે બ્લેક આઉટફિટ કેરી કર્યું હતું. અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ હતી.
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે છેલ્લે નાગિન-4માં લીડ રોલમાં જોવા મળી હતી. આ પહેલા રશ્મિ બિગ બોસ 13માં નજરે આવી હતી. રશ્મિ દેસાઈએ પરી હું મૈં, મિત મિલા દે, શશશ ફિર કોઈ હૈ, કોમેડી સર્કસ, મહા સંગ્રામ, જરા નચકે દિખા, ક્રાઇમ પેટ્રોલ, બિગ મની, કિચન ચેમ્પિયન સીઝન 2, કોમેડી કા મહા મુકાબલા માં નજર આવી ચુકી છે.