ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ડિસેમ્બર 2021
શુક્રવાર
ટીવીના વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ 15’ માં તમામ સ્પર્ધકો ટ્રોફી જીતવા માટે પોતાની જીંદગીમાં વ્યસ્ત છે. હાલમાં કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ બાદ ઉમર રિયાઝ અને રશ્મિ દેસાઈ તેમના બોન્ડિંગને લઈને ચર્ચામાં છે.ઉમર-રશ્મીને પહેલેથી જ ઓળખે છે. જે સમયે રશ્મિ ઘરમાં પ્રવેશી રહી હતી તે સમયે કરણ કુન્દ્રાએ 'ભાભી..ભાભી' કહીને ગણગણાટ કર્યો હતો, જે સાંભળીને ઉમર શરમાઈ ગયો હતો.કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે સોફ્ટ કોર્નર છે. હાલમાં જ બંનેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ઘરના સભ્યો રસોડામાં ઉભા છે અને રશ્મિ દેસાઈ ઉમર ના નિતંબને સ્પર્શ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો ઉગ્ર કમેન્ટ પણ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, આ સમયે શોમાં VIP અને નોન VIP ગ્રુપ વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. આ મામલો ઉમર અને રિતેશ વચ્ચે મારામારી સુધી પહોંચ્યો હતો. બિગ બોસના સ્પર્ધકો હવે બે ભાગમાં વહેંચાઈ ગયા છે જ્યાં દરરોજ એકબીજાની ઝપાઝપી અને અથડામણ જોવા મળી રહી છે.
Rashmi and umar's masti….#UmRash #BB15 #BiggBoss15 #UmarRiaz #UmarArmy #BBKingUmar #RashamiDesai pic.twitter.com/9nTAc9Ggk5
— Aayat Fatima (@aayatfatimaa) November 30, 2021