અભિનેત્રી રશ્મિ દેસાઈએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જોતજોતામાં તસવીરો ઇન્ટરનેટ પર થઈ વાયરલ  ; જુઓ તસવીરો 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૦ જુલાઈ, ૨૦૨૧
મંગળવાર

ટીવી પર આમ તો અનેક સુંદર ચહેરાઓ છે. પણ રશ્મિ દેસાઈ હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બની છે. અન્ય સેલેબ્રિટીની જેમ તે પણ સોશિયલ મીડિયામાં પોતાની તસવીરો શેર કરતી રહેતી હોય છે. ત્યારે હાલમાં રશ્મિએ પોતાની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. 

આ તસવીરોમાં સ્ટનર વ્હાઇટ લુકમાં તે ખૂબ સુંદર લાગી રહી છે અને ફોટોશૂટની તસવીરો નેટિઝન્સને દિવાના બનાવી રહી છે.  રશ્મિના ફેન્સ તેની આ તસવીર જોયા બાદ તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. તસવીરોમાં રશ્મિનો મસ્તીભર્યો અંદાજ જોવા મળી રહ્યો છે. 

વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે છેલ્લે નાગિન-4માં લીડ રોલમાં જોવા મળી હતી. આ પહેલા રશ્મિ બિગ બોસ 13માં નજરે આવી હતી.


 

રશ્મિ દેસાઈએ પરી હું મૈં, મિત મિલા દે, શશશ ફિર કોઈ હૈ, કોમેડી સર્કસ, મહા સંગ્રામ, જરા નચકે દિખા, ક્રાઇમ પેટ્રોલ, બિગ મની, કિચન ચેમ્પિયન સીઝન 2, કોમેડી કા મહા મુકાબલા માં નજર આવી ચુકી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More